આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

સારુ હું મોટી કિંમત પણ આપું. એ નક્કર પાયા ઉપર પછી હું જવાબદાર રાજ્યતંત્રનું ચણતર કરવાનો રસ્તો કાઢું. પ્રજાનાં નિશ્ચય અને શક્તિના પીઠબળ વિનાના જવાબદાર રાજ્યતંત્રની ખેરાત એ તો માત્ર કાગળ ઉપરની જવાબદારી હશે, અને જે કાગળ ઉપર તે છપાઈ હશે તેના કરતાં તેની વધુ કિંમત નહિ હોય.

સત્યાગ્રહ મોકુફીનો બીજો ઉદ્દેશ ઉપર લખ્યું તેની જોડે નિકટ સંબંધ ધરાવે છે. દેશી રાજ્યોમાં તાત્કાળિક જવાબદાર પ્રજાતંત્રને સારુ માફક વાતાવરણ નથી, અને લોકોમાં તેની કિંમત આપવાની તૈયારી નથી. આમાંથી ફલિત થાય છે કે લોકોને ઘટતી તાલીમ મળવી જોઈએ. હું હવે ક્યાંયે ઝટ ઝટ સામુદાયિક સત્યાગ્રહની સલાહ આપું એમ નથી. એને સારુ ઘટતી તાલીમ અને શિસ્ત લોકોમાં નથી. એવા સત્યાગ્રહને સારુ લોકોએ એક અગર વધુ નક્કર કસોટીમાં પાસ થવું જ રહ્યું. નરી શારીરિક હિંંસાથી દૂર રહ્યે આપણો હેતુ નહિ સરે.

નક્કર કસોટીઓના એવા કાર્યક્રમના મધ્યભાગમાં અલબત્ત હું રેંટિયાને જ એના સંપૂર્ણ અર્થમાં વગર અચકાયે મૂકું છું. આ કાર્યક્રમને જો તત્કાળ ઝિલાય તો તાલીમનો ક્રમ ટૂંકો બને. પણ લોકો એ કાર્યક્રમને ઉત્સાહથી ન ઝીલે તો તે લાંબો નીવડે એમ પણ બને. મારી પાસે તો છેક ૧૯૨૦ ની સાલથી હું જેની હિમાયત કરતા આવ્યો છું તે ચતુર્વિધ કાર્યક્રમ સિવાય બીજો માર્ગ નથી. પ્રજા તેને જિગરથી ન અપનાવે તો તેનામાં અહિંસા નથી, મારી કલ્પનાની અહિંસા તો નથી જ — એવું જ અનુમાન હું દોરું. મારી પાસે આ સિવાય બીજી કસોટી