આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૭૬
અહિંંસા વિ૦ હિંંસા

રાજકોટના પગલાને અંગેની વિચારણા ગયાને આગલે અઠવાડિયે મેં અધૂરી મૂકી હતી તે આગળ ચલાવીએ.

તાત્ત્વિક દૃષ્ટિએ તો એ સાચું જ છે કે, જો હરકોઈ વ્યક્તિમાં પૂરતી અહિંસા કેળવાઈ હેાય તો પોતાના ક્ષેત્રમાં ગમે તેવડી વ્યાપક અગર તીવ્ર હિંસાનો સામનો કરવાનો માર્ગ શોધી કાઢવા તે શક્તિમાન થવો જોઈએ. મારી અપૂર્ણતાઓનો મેં વારંવાર એકરાર કર્યો છે. હું કંઈ સંપૂર્ણ અહિંસાનો નમૂનો નથી. હું તો ઘડાઈ રહ્યો છું. મારામાં વિકસી છે તેવી અહિંસા પણ વખતોવખત ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવાને સારુ આજ સુધી પૂરતી માલૂમ પડી છે. પણ આજે ચોમેર વર્તી રહેલી હિંસા સામે હું અસમર્થ છું એમ અનુભવી રહ્યો છું. રાજકોટવાળા મારા નિવેદનની ભેદક આલોચના કરતો ‘સ્ટેટ્સમૅન’ પત્રનો એક લેખ મારા જોવામાં આવ્યો હતો. તંત્રીના લખાણનો ઝોક એ હતો કે ‘અંગ્રેજોએ આપણી હિલચાલને ખરા સત્યાગ્રહ તરીકે કદી માની જ નથી, પણ એ વહેવારચતુર પ્રજા હોઈ ચળવળને હિંસક બંડ તરીકે જાણવા છતાં એ અહિંસક હોવાનો ભ્રમ એણે ચાલવા દીધો છે. બંડખોરો પાસે હથિયાર નથી એટલા સારુ કંઈ એ બંડ