આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૭૯
ધામીનો પાઠ

ધામી પ્રકરણ હજુ પૂરું થયું નથી. સત્ય હજુ બહાર નથી આવ્યું, પોલિટિકલ એજંટ તરફથી પ્રગટ કરવામાં આવેલી એકતરફી કેફિયતને હિમાલય રાજ્ય પ્રજામંડળે પડકાર આપ્યો છે. એ નિવેદન બતાવી આપે છે કે ધામી રાજ્યમાં જે બનાવોને પરિણામે રાણા તરફથી ગોળીબાર કરાવવામાં આવ્યો તેની અદાલતી તપાસ થવી કેવી અનિવાર્ય છે.

હિમાલય મંડળના કેટલાક સભ્યો દિલ્લીના મારા ટૂંક રોકાણ દરમ્યાન મને મળવા આવ્યા હતા. ધામીના બનાવે મને તીવ્ર વિચારણામાં નાંખી દીધો હતો. આવી કરુણ ઘટનાઓ અટકાવવા શું કશું જ ન કરી શકાય ? આ બાબતમાં આવેલા શિષ્ટમંડળ જોડે મેં ઘણી વાત કરી, પણ મને લાગ્યું કે તેને દોરવાનો ભાર મારે માથે લેવો અનુચિત હતું. એ જવાબદારી મોટી હતી. જે મુદ્દાઓ જોખમમાં હતા તે પણ તેટલા જ મોટા હતા, તેથી મને લાગ્યું કે એ મારે નહિ પણ અખિલ ભારત દેશી રાજ્ય પ્રજા પરિષદની સ્થાયી સમિતિએ હાથમાં લેવા જોઈએ. દેશી રાજ્યોનો પ્રશ્ન દિવસે દિવસે વ્યાપક બનતો જાય છે. રાજાઓ બંદૂકનો ઉપયોગ છૂટે હાથે કરવા લાગ્યા છે. તેમને લાગે છે કે ચક્રવર્તી સત્તાની બાબતમાં તેમને નિરાંત છે. તેમની પાસે મહાસભાની ઝાઝી આંટ નથી. તેમાંના ઘણા તો પોતાની પ્રજાનો વધતો જુસ્સો કચડી નાખવાનાં અને મહાસભાની દખલગીરી તો શું પણ સંગીન દોરવણી