આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
કાઠિયાવાડીને અન્યાય?

પાર ન હતો. આવા સારા માણસ પણ ઝેરી મુત્સદ્દી વાતાવરણમાંથી બચી નહોતા શક્યા.

આ મારું જ્ઞાન મારી પાસે ઘણી વેળા બોલાવે છે કે, હું નાગરો ઇત્યાદિ સાથે શુદ્ધમાં શુદ્ધ મિત્રભાવ રાખી મારા કુટુંબના પક્ષપાતનું પ્રાયશ્ચિત્ત કરું છું, અને તે વર્ગમાં ઊછરેલો હું વાચાળવાદમાંથી નીકળી, કર્મવાદમાં પ્રવેશ કરી, મુત્સદ્દીવર્ગના વાચાળપણાના પાપનું પ્રાયશ્ચિત્ત કરું છું.

જે વાત મુત્સદ્દીવર્ગને વિષે ચાળીસ પચાસ વર્ષ પૂર્વે સાચી હતી તે આજ પણ સાચી છે. મુત્સદ્દીવર્ગનો ધંધો જ ખટપટ. તેનો કંટાળો મારા દેશવટાનું એક કારણ હતું. મુત્સદ્દીવર્ગના વાતાવરણમાં રહેવું ને મૌન રાખવું તથા કામ જ કર્યાં કરવું, એટલે કારકુનની પંક્તિથી આગળ ન જ વધવું. પણ કારકુનમાત્રનું ધ્યેય કારભારું રહ્યું; ને કારભારું કામનું કુળ નથી હોતું પણ ખટપટનું. તેથી રજવાડાની નોકરીમાં દાખલ થયા કે તુરત ખટપટની તાલીમ શરૂ થાય.

હવે આપણામાં નવું વાતાવરણ ઘડાઈ રહ્યું છે. આપણે વાચાળવાદ ને ખટપટ છોડવા ઇચ્છીએ છીએ. તેથી કેટલાક કામ કરનારા કાઠિયાવાડીનો ફાલ પ્રતિકૂળ વાતાવરણમાં પણ ઊતરવા માંડ્યો છે. પણ સામાન્ય મુત્સદ્દીવર્ગ હજુ પોતાના વાતાવરણને જ વશ પડ્યો છે.

આ સ્થિતિને ઓળખી કાઠિયાવાડી મુત્સદ્દીવર્ગ તેને તુરત સુધારે એ મારા લખવાનો હેતુ હતો ને આજ છે.

કાઠિયાવાડીની (એટલે મુત્સદ્દીવર્ગના જે ભાગને લાગુ પડે તેની) આવી ટીકા એ સત્યાગ્રહી ગાળનો એક ભાગ છે. એટલે તેવી ટીકા તો મારા જેવાથી જ થઈ શકે. જેને