આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૯૧
દેશી રાજ્યો
અને મહાસભા

ગુજરાતના દેશી રાજ્યના એક કાર્યકર્તા નીચે પ્રમાણે લખે છે:

“આજના ‘હરિજનબંધુ’ના અંકમાં પહેલે જ પાને ‘દેશી રાજ્યોમાં’ એવા પેટામથાળા નીચે જે લખાણ છે તેમાં આપે એમ જણાવ્યું છે કે, ‘દેશી રાજ્યોમાં મહાસભાના સભ્ય બનાવવા એ દરેક રીતે અનુચિત છે. એમ કરતાં ઘર્ષણ થવાનો સંભવ રહે છે, અને સંતોષકારક સંગઠન પણ નથી થવા પામતું.’

મને લાગે છે કે આપના આ કથનથી ભારે ગેરસમજ થવાનો સંભવ છે. આપનો ઇરાદો એવો હોય ખરો કે દેશી રાજ્યોમાં મહાસભાની સમિતિની રચના કરવી એ દરેક રીતે અનુચિત છે… વગેરે.’

આપે તે પછીની લીટીમાં જણાવ્યું છે કે, ‘દેશી રાજ્યોના જે માણસો મહાસભાના સભ્ય થવા માગતા હોય તે બ્રિટિશ હિંદમાંની પોતાની નજીકની મહાસભા સમિતિના સભ્ય બને.’ બીજું વાક્ય વાંચનારના મનમાં પહેલા વાક્યથી ઊભી થયેલી ગેરસમજ દૂર થાય ખરી. પરંતુ જેઓ ગેરસમજ ઊભી કરવાને ટેવાયેલા હોય તેઓ પ્રચાર કરતી વખતે આપનાં લખાણનો તેમને અનુકૂળ જ ઉપયોગ કરે એ સ્વાભાવિક છે.

આજે વસ્તુસ્થિતિ એવી છે — ખાસ કરીને ગુજરાતમાં — કે દેશી રાજ્યોમાં મહાસભાના સભ્યો નોંધાય છે, અને તે સભ્યો પડોશની બ્રિટિંશ હિંદની તાલુકા સમિતિને દફતરે નોંધાયેલા સભ્યો