આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૯૩
ત્રિવિધ પાપનું પ્રક્ષાલન

[ શ્રી. પ્યારેલાલે ૧૯૩૯ અને ૧૯૪૦માં દેશી રાજાઓના ચક્રવતી સત્તા સાથેના સંબંધ વિષે અંગ્રેજીમાં એક લેખમાળા લખી હતી, તે થોડાક મહિના પહેલાં ‘Status of Indian Princes’ (દેશી રાજાઓનો દરજ્જો) એ નામે નાના પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ છે. તેની જે પ્રસ્તાવના ગાંધીજીએ મૂળ અંગ્રેજીમાં લખી છે તેનો અનુવાદ નીચે આપ્યો છે. ]

ભાઈ પ્યારેલાલે હિંદના રાજાઓના દરજ્જાના વિષયનો ઊંડો અભ્યાસ કર્યો છે ને તેને પરિણામે આ પુસ્તકમાંનાં સાત પ્રકરણ લખ્યાં છે. તે પુસ્તકાકારે ઘણા વખત પહેલાં પ્રસિદ્ધ થવાં જોઈતાં હતાં, અને મારા બીજા વ્યવસાયો આડે ન આવ્યા હોત તો થયાં પણ હોત. લેખક પોતે જેલમહેલમાં વિરાજે છે. તેથી આ પ્રકરણો જેવાં લખાયેલાં તેવાં જ પુસ્તકરૂપે પ્રગટ થાય છે. એ કદી વાસી થાય એવાં નથી. હિંદમાં જે લગભગ છસો રાજાઓ છે તેમના દરજ્જા વિષે આ પ્રકરણો કામગરા પ્રજાસેવકને કે વિદ્યાર્થીને સંક્ષિપ્ત રૂપમાં કંઈક ખ્યાલ આપે છે. આ પત્રિકાનો મુખ્ય ગુણ એ છે કે એમાં એવું કંઈ નથી જે પ્રમાણભૂત ગ્રંથો ને લખાણોમાંથી ન લેવામાં આવ્યું હોય. આવી જબરદસ્ત આપખુદી આ દેશમાં વર્તે છે તે અંગ્રેજોના લોકશાસન વિષેના દાવાને ખોટો પાડનાર મોટામાં મોટો પુરાવો છે, અને રાજાઓ અથવા આ