આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મસાહાર

સ્વામીજી કહે છે, ‘ ને આામ કરવામાં તમને કશું પાપ લાગતું હોય તો તે મારા ઉપર નાંખો. તેના ભાર મારું માથે.’ હવે મારે સૂડી વચ્ચે સાપારી જેવું થઈ પડયુ ખાવું કે ર્રાહ ? ” માંસ આપ્તવાકથની અંધપૂજા એ મનની નબળાઈનું ચિહ્ન છે. જો પત્રલેખકની ઊંડી ખાતરી હોય કે માંસ ખાવું એ ઋયેાગ્ય છે, તા આખું જગત તેથી વિરુદ્ધ કહેતુ હાય તેમાં તેને શું ? નિશ્ચય આંધવામાં જરાય ઉતાત્રળ ન કરવી, પશુ એક વાર મધ્યેા કે પછી આભ તૂટી પડે તેણે તેને અડગપણે વળગી રહેવું. હવે સ્વામીશ્રીના અભિપ્રાય વિષે. તેમના મૂળ લેખ તે મેં નથી જોયે. પણ મને લાગે છે કે તેમને અભિપ્રાય ટાંકવામાં ભૂલ નથી થતી. પણ મારા વિચાર જુદા છે. અને તે સૌ જાણે છે. જે દેશકાળમાં મનુષ્યને માટે સામાન્ય રીતે જીવવું શકય હાય, તે દેશકાળમાં માંસાહાર કરવાની જરૂર હોય એમ હું નથી માનતે. મને તે માંસાહાર માનવજાતિ માટે અયાગ્ય લાગે છે. જો આપણે પશુવથી ઊંચા હોઈ એ, તા પશુવનું અનુકરણ કરવામાં આપણી ભૂલ જ છે. અનુભવ બતાવે છે કે જેમને વિષવિકાર જીતવા તેમને માટે માંસાહાર અયાગ છે. પણ ચરિત્ર બાંધવામાં અથવા વિકારેાને કાબૂમાં રાખવામાં ખારાકનું મહત્ત્વ છે તેના કરતાં વધારે માનવું એ પણુ અરાબર નથી. એ બાબતમાં ખારાક એક અગત્યની વસ્તુ છે ખરી, જેની અવગણુના ન જ થવી જોઈ એ. પશુ આ દેશની જેમ, ધમ ખારાકમાં જ આવી જાય છે એમ માનવું, તે તા ખારાકમાં જરાય સયમ ન રાખવા અને જે આવે તે ખવાય એમ માનવા જેવું જ યેાગ્ય છે. અન્નાહાર એ હિંદુધર્મના એક ભારેમાં ભારે વારસે છે.