આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧}
ધર્મમંથન
૧૧૧
 
  • પ્રભુ માટે કે ગુરુ !

હૃદયથી તપાસીએ,તા મુદ્સ પ્રપંચમાં ન ફસાઈ એ, અને મનમાં ન પડીએ. દરેક માવચનમાં અનિવાર્ય શરત જોડેલી જ હાય છે. જે આપણને રાગદ્વેથિી રહિત કરે, જે આપણુને પ્રેમધમ શીખવે, જે આપણુને ભયમુક્ત કરે, સાદા શીખવે, ગરીબમાં ગરીખની સાથે ઐકય સાધવાની બુદ્ધિ આપે એટલું જ નહિ પણ ઐકય અનુભવવાનું હૃદય- બળ આપે, તે આપણે સારુ અવસ્ય ઈશ્વરથી મોટા છે. એને અય એમ નથી થયા કે એવા ઈશ્વરના દાસ એ સ્વતંત્રપણે ઈશ્વર કરતાં માટે છે. સમુદ્રમાં આપણે પડીએ તે। ડૂબી જઈ એ, શુ એ જ સમુદ્રમાં દાડી જતી ગ’માના પાણીના એક લોટા તેના મૂળની પાસેથી જ્યારે આપણે અત્યંત તરસ્યા હાઈ એ તે વખતે પી જઈએ, તે એ ગંગાજળ આપણે સારુ સમુદ્રના કરતાંયે અધિક છે, પણ એ જ ગંગાજળ જે ઠેકાણે ગ‘ગા સમુદ્રમાં મળે છે. ત્યાંથી લેવા જઈ એ, તે। તે ઝેર સમાન થઈ પડે છે. એમ જ ગુરુને વિષે સમજવું જોઈ એ. જેનામાં દંભ છે, ૬પ છે, જે સેવાના ભૂખ્યા છે, તેને ગુરુ માની એસવું એ તે અનેક પ્રકારનાં ગંદાં પાણીને સમુદ્ર તરફ ધસડી જતી ગ`ગા નદીના ઝેરી પાણીના જેવું સમજવું જોઈ એ. અત્યારે તે ધર્મને નામે આપણે અધર્મ આચરીએ છીએ, સત્યને નામે પાખંડ પેખીએ છીએ, અને નાની હાવાના ડેળ કરીને અનેક પ્રકારની પૂજા ચારી લઈ પોતે અધેાગતિ પામીએ છીએ અને બીજાને સાથે ધસડીએ છીએ. એવે સમયે કાઈ ને પણુ ગુરુ કરવાની ચેાખ્ખી ના પાડવાના જ ધર્મો પ્રાપ્ત થાય છે. સાચે ગુરુ ન મળે તેથી માટીનું પૂતળુ’ એસાડીને તેને ગુરુ બનાવવામાં એવડું પાપ છે. પણ સાચા ગુરુ ન મળે ત્યાં લગી દૃઢતાપૂર્વક નૈતિ ' નૈતિ ' કહેવામાં પુણ્ય છે, એટલું જ નહિ પશુ તેથી કાઈક સાચે ગુરુ મળવાના પ્રસંગ પણ આવે. ✓

દહાડા