આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨}
ધર્મમંથન
૧૯૨
 

મસથન વિશેષ હતી. કદાચ તેનું કારણ તે! એ હતું કે આ વખતે મારી દષ્ટિ અનશનના કઈ પણ પરિણામ ઉપર ન હતી. પહેલાંનાં અનશનમાં કઈક ને કંઈક સ્પષ્ટ રીતે જોઈ શકાય એવાં પરિણામની આશા મને રહેતી; જ્યારે તે વિષે એવું કંઈ જ નહિ. માટલી શ્રદ્ધા હતી ખરી કે એને પરિણામે આત્મશુદ્ધિ અને બીજા સાથીઓની શુદ્ધિ તા એછે કે વર્તે અંશે થશે જ, સાર્થીએ એટલું સમજી જ લેશે કે અંતરશુદ્ધિ વિના સાચી હરિજનસેવા અસ*ભવિત છે. પણુ આવા પરિણામનું માપ કરવાના આપણી પાસે કાઈ ગજ હોતા નથી. એટલે પરિણામની ઉપર બાથ દષ્ટિ રાખવાને બદલે એ એકવીસ દિવસ દરમ્યાન હું. મુખ્યપણે અંતર્મુખ રહ્યો એમ કહી શકાય. મા અનશનનું સ્વરૂપ જરા વધારે વિચારવું ઘટે છે. એ કેવળ દેહદમન જ હતુ ? મારા દૃઢ વિશ્વાસ છે કે દેવળ દેહદમન અર્થે કરેલે ઉપવાસ વૈદક દૃષ્ટિએ શરીરને કઈક લાભ પહોંચાડે છે તે ઉપરાંત તેની વિશેષ અસર નથી. મારે ઉપવાસ દેહદમનને થે મુદ્દલ નહેાતા એમ હું જાણું છું, દેહદમનને સારુ મારી તૈયારી પણ ન હતી. જે વખતે ઉપવાસ લેવાયેા તે વખત મારી કલ્પનાની બહાર હતા. એ અરસામાં લખાયેલા મિત્રા ઉપરના ક્રાગળ એમ સ્પષ્ટ કહે છે કે તાત્કાળિક અનશન દૈવળ મારી દૃષ્ટિ બહાર હતું. મારે સારુ આ અનશન એ હૃયમાંથી નીકળેલીશ્વર પ્રત્યેની યાચના અથવા પ્રાથના હતી. જેમ જેમ પ્રા નાના અનુભવ હુ કરતા આબ્યા છું, તેમ તેમ મને સ્પષ્ટ જણાતું ગયું છે કે થોડાણા પણ અનશન વિના શુદ્ધ પ્રાથના અશકય છે. અનશનના આ ઠેકાણે વિસ્તૃત અથ કરવા લઢે છે. અનશન એટલે માપણી ખુધી ઇંદ્રિાને પાષણુ આપવાની ક્રિયા ઓછેવત્તે અંશે ખધ કરવી. પ્રાર્થના હૃદયગત વસ્તુ છે.