આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩}
ધર્મમંથન
૨૧૩
 

-- પ્રાર્થનાની આવશ્યકતા અને રહસ્ય અંતરમાં જાગૃત રહીને તેને આરાધીએ, ઉપાસીએ; પરિણામ અંતે એકનું એક જ છે. પહેલે માસ ભક્તમાં ખપે, બીજો જ્ઞાનીમાં ખપે. આપણે ભક્તમાં ખપીએ તે જગ જીત્યા. ઈશ્વરની પાસે માગણી કરવાની હોય તેયે તે માગણી આપણી આત્મશુદ્ધિને માટેની જ હોય. આત્માનું શૌચ, આત્માનું પરિશાધન એ જ પ્રાર્થના છે. આત્મા આપણુામાં મૂતિ સ્થિતિમાં છે, તેના ઉપર અંધકાર, અજ્ઞાનનાં કેટલાંય પડા ચડેલાં છે; તે ખાઈ રહેલા છે. પ્રાર્થના કરીને આપણે એમાંનું એક એક પડ ઉખેડીએ છીએ. એટલે જે માણસ આત્મજાગૃતિમાં - ધર્મ જાગૃતિમાં - માને છે, તે માજીસને માટે પ્રાર્થના એ મેટામાં મેટુ’ તત્ત્વ છે. કેટલાક માને છે ૐ મંદિરમાં ગયા, આરતી ઉતારી, ભજનમાં ભળ્યા, રામનામ લીધું એટલે પ્રાર્થના થઈ ગઈ. પશુ ભજન, રામનામ વગેરે બધાં પ્રાર્થનાનાં સાધન છે, સાધ્ય શ્વિરની સાથે અનુસંધાન છે. એ નિશ્ચેષ્ટ રહીને પણુ થઈ શકે, મૂÖગા રહીને પશુ પ્રાર્થના કરી શકાય. શબ્દ વિનાની પણ હૃદયથી થતી પ્રાર્થના ચાલે, હૃદય વિનાની પણુ શબ્દાડબરવાળી પ્રાર્થના નિરક છે. આત્માનાં પડને ઉખેડવાના જાગૃત પ્રયત્ન હોય તેા જ પ્રાર્થના સાક છે. એમાં દબ ન હૈય, આડખર ન ડ્રાય. જેમ ભૂખ્યા માણસને ભેાજન મળ્યું સ્વાદ આવે છે, તેમ ભૂખ્યા આત્માને પ્રાર્થનાના સ્વાદ આવવે। જોઈ ઍ. હૃદયમાંથી થતી પ્રાર્થના પેાતાને સ્વચ્છ કર્યો વિના રહેતી જ નથી. હું મારા પેતાના અને મારા કેટલાક સાથીઓના અનુભવથી કહું છું કે, જેને પ્રાર્થના હૃદયગત છે તે દહાડાના દહાડા ખાધા વિના રહી શકે, પણ પ્રાથૅના વિના ન ચલાવી શકે. જો ભૂલેચૂકે પણ પ્રાના વિના તેના દિવસ જાય છે તા ચિત્તશુદ્ધિ કરીને તે પાતાના આત્માને મળ કાઢે ત્યારે જ તેને શાંતિ થાય છે.