આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૯
ધર્મમંથન
૨૩૯
 

સ્વાભાવિક એટલે કેવું ? આ બધી ઉપરની લીા એક જ માણુસે કરેલી નથી, પણ મૅચાર અને તેથીયે વધારે માણુસેની દલીલનું મિશ્રણ છે, અવમતુ ઊડી ગયાની અથવા ઉડાડવાની કલ્પના એક જૂના વકીલ મિત્રની છે, અને તે દલીલ તેમણે તદ્દન ગભીરપણે કરેલી. જો મનુષ્યને આપણે પશુની પ`ક્તિમાં મૂકી દઈએ, તે અનેક વસ્તુએ જેને આપણે સ્વાભાવિક માનીએ છીએ, તે સ્વાભાવિક સિદ્ધ થઈ શકે. પણ જો એ એ પ્રાણીની વચ્ચે તિભેદ છે એમ આપણે સ્વીકારીએ, તે। જે અધું પશુને સ્વાભાવિક છે તે મનુષ્યને પશુ છે તેમ ન કહી શકાય. મનુષ્ય ઊર્ધ્વ ગતિ પ્રાણી છે. તેનામાં સારાસારને વિવેક છે. એ બુદ્ધિપૂર્વક ઈશ્વરને ભજે છે, તેની ઓળખાણુ કરવાના પ્રયત્ન કરે છે, તેની ઓળખાણુતે પોતાના પુરુષાથ ગણે છે. જ્યારે પશુ જો ઈશ્વરને ભજે છે એમ કહી શકાય તે તે અનિચ્છાએ ભરે છે. સ્વેચ્છાએ નહિ. પશુને વિષે ભજવાની છાની કલ્પના જ ન થઈ શકે. જ્યારે મનુષ્ય તે! પેાતાની ઇચ્છાએ શેતાનને પશુ ભજે છે. તેથી મનુષ્યના સ્વભાવ શ્વરની એળખ કરવાના હાવા જોઈએ અને છે. જ્યારે તે શૈતાનને ભજે છે ત્યારે તે પેાતાના સ્વભાવથી પ્રતિકૂળ વન કરે છે. જો મનુષ્ય અને પશુની વચ્ચે જાતિભેદ નથી એમ કાઈ માનનાર હાય તે તેને સારુ મારી દલીલ અવશ્ય નિરક છે. તે જરૂર કહે કે પાપપુણ્ય એવી કઈ વસ્તુ નથી. ઈશ્વરની ઓળખ કરવાવાળા સ્વભાવના મનુષ્યને સારું ખાવુંપીવુ ઇત્યાદિ પણુ અમુક દૃષ્ટિએ જ સ્વાભાવિક હાઈ શકે, કેમ કે તેવા સ્વભાવવાળા મનુષ્ય ખાવાને અર્થે અથવા ભાગને અર્થે નહિ ખાયપીએ, પણ ઈશ્વરની એળખ કરવાને અર્થે જ ખાશે. તેથી તેના ખાવાને વિષે હંમેશાં પસંદગી, મર્યાદા અને ત્યાગ હશે.