આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૩
ધર્મમંથન
૩૩૩
 

ગીતા અને શમાથું આ લખનારને જેટલી નિરાશા ને અશ્રદ્ધા હતાં તેથી વધારે ભાગ્યે જ એવા જુવાનીને હાય. દાષ તેના શરીરમાં ઘર કરી ગયા હતા. એની આજની શ્રટ્ઠા બધા જુવાનાને આશાજનક નીવડવી જોઈએ. જે પેાતાના વિષયેાતે જીતી શકયા છે. તેમના અનુભવ ઉપર વિશ્વાસ લાવીને ખતથી રામાયણુાદિના અભ્યાસ કરનારનું હ્રદય પીગળ્યા વિના રહેતું જ નથી. સામાન્ય વિષયાના અભ્યાસને સારુ પણ આપણને ઘણી વાર વરસે। લગી મહેનત કરવી પડે છે, અનેક ઉપાયે રચવા પડે છે, તે જેમાં જીવનભરની ને ત્યાર પછીની પશુ શાંતિના પ્રશ્ન હાય તેના અભ્યાસને વિષે કેટલી ખત જોઈ એ ? છતાં ઓછામાં ઓછે વખત ને ધ્યાન આપીને રામાયણુ ગીતાને રસિક કરવાની આશા રાખનારને વિષે શું કહેવાય ? મજકૂર કાગળમાં લખ્યું છે કે તેને સ્વસ્થ થયાનું ભાન થાય કે તુરત વિકારા ચડાઈ કરે છે. જેમ શરીરને વિષે તેમ મનને વિષે. જેનું શરીર સાવ સારું છે. તેને સારાપણાનું ભાન કદી થતું નથી, તે ભાનની જરૂર નથી, સારાપણું એ શરીરના સ્વભાવ છે. તેમ જ મનનું સમજવું. તેની સ્વસ્થતાનું જ્યારે ભાન થાય તે જ દિવસે સમજવું કે વિકાર ડાકિયું કરી રહ્યા છે. તેથી મનને નિરંતર સ્વસ્થ રાખવાના ઉપાય જ એ છે કે તેને નિરંતર સારા વિચારમાં રાકાયેલું રાખવું. તેથી જ રામનામાદિના જપ શોધાયા ને ગવાયા. જેના હૃદયમાં પ્રતિક્ષણ રામ વસે તેની ઉપર વિકારા હુમલા કરી ન જ શકે. ખરી વાત એ છે કે શુદ્ધ બુદ્ધિથી જે રામનામ જપે છે તેના કાળાંતરે હૃદયપ્રવેશ થાય છે. હૃધ્યપ્રવેશ થયા પછી એ રામનામ અભેધ કિલ્લા અની જાય છે. મલિનતાના પ્રતિકાર મલિનતાનું ધ્યાન ધરવાથી નથી થતા પશુ સ્વચ્છતાનું ધ્યાન ધરવાથી થાય છે.