આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૭
ધર્મમંથન
૩૬૭
 

એક ભૂતપટા પ્રશ્ન ઢાય એમ માનવામાં મને જરાયે સક્રાચનહિ આવે, પશુ એ' તા મારી પોતાની સ્થિતિ વાંચનારના સતીષ ખાતર મૂકી.ગીતગાવિંદની અસર મારી ઉપર સારી ન થઈ તેથી તે મારે સારુ ત્યાજ્ય થઈ પડયું, અને હું તેને ત્યાગ કરી શકયો, કેમ કે મારી પાસે સ્વતંત્ર માપ હતું. જે વસ્તુ અને નિર્વિકાર કરી શકે, મારા રાગદ્વેષને મેાળા કરી શકે, જે વસ્તુનું સેવન અને શૂળીએ ચડતાં પણ સત્ય ઉપર દઢ રાખે તે જ વસ્તુ ધાર્મિક શિક્ષણ ગણાવું જોઈ એ. એ માપમાં ગીત- ગાવિદ ન ઊતર્યું એટલે મારે સારુ તે ત્યાજ્ય પુસ્તક થઈ પડયું. જિકાલ આપણામાં એવા ઘણા યુવા છે અને વયેાવૃદ્ધ પણ છે કે જે અમુક વસ્તુ શાસ્ત્રમાં છે તેથી કરવા ચેગ્ય છે એમ માને છે. આમ કરતાં આપણી અધાત સહેજે થઈ જાય. શાસ્ત્ર ફ્રાને કહીએ તેની મર્યાદાની તે! આપણને ખબર પશુ ન હાય. શાસ્ત્રને નામે જે કાંઈ ધતિંગ ચાલતું હોય તે ધમ છે એમ ગણીને આપણે આપા વ્યવહાર ચલાવીએ તેમાંથી માઠાં પરિણામ જ નીપજે, મનુ- સ્મૃતિ જ લઈ એ. મનુસ્મૃતિમાં શું ક્ષેપક છે અને શું અસલ છે એ હું જાણતા નથી પણ એમાં તા કેટલાયે શ્લે!ા છે કે જે શ્લોકાના ધર્મ તરીકે બચાવ ન જ થઈ શકે. આવા શ્લોકાને આપણે ત્યાગ કરવા જ જોઈ એ તુલસીદાસના પૂજારી છું, રામાયણુને ઉત્તમે!ત્તમ ગ્રંથ ગણું છું, પણ • ઢાલ ગમાર શૂદ્ર પશુ નારી એસબ તાડન કે અધિકારી'માં રહેલા વિચારને હું માન આપી શકતા નથી. પેાતાના સમયમાં ચાલતી આવેલી રૂઢિને વશ થઈને તુલસીદાસજીએ એ વિચાર દર્શાવ્યા, તેથી મારે જે શ્રદ્ધને નામે માળખાતા હોય તેને અથવા મારી ધર્મ પત્નીને અથવા પશુને જ્યારે જ્યારે તેઓ મારે વશ ન વર્તે ત્યારે મારવા મડી જવું એવા કાંઈ ન્યાય નથી.