આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધને નામે થા અનેતે હું જાણું છું. જેટલે પરિચય મને વૈષ્ણુવ સપ્રદાયના ને વૈષ્ણવાના છે તેટલા જ લગભગ જૈન સિદ્ધાંતના ને જૈનાના છે. કેટલાક અને દ્વેષભાવે જૈન માને છે. કેટલાક પ્રેમભાવે હું જન હાઉ” એમ ઇચ્છે છે. કેટલાક જેના વિષેને મારા પક્ષપાત જોઈ રાજી થાય છે. તેમનાં પુસ્તકામાંથી હું ઘણું શીખ્યા છું, ઘણુા જૈન મિત્રાના સહવાસ મને ઉપકારક નીવડયો છે. તેથી ઉપરનું લખવા અને તે વાટે જૈનધર્મ પ્રિય છે એવા જૈનાને જાગૃત કરવા પ્રેરાયા છું. શ્વેતાંબર દિગબરમાં વેરભાવ શેા? અન્નેના સિદ્ધાંતા એક છે. થાડા ભેદ છે તે સર્વે છે. અન્નેના પક્ષનું સમાધાન થાય તેવા તે ભેદ છેઃ જેવા હૈતી અદ્વૈતીના. જૈનમાં સાધુઓ અને સાધ્વીઓ પુષ્કળ છે, તેમને સમય છે. તે કાં ખરી તપશ્ચર્યાં ન કરે તે કાં શુદ્ધ જ્ઞાન ન મેળવે ? તેઓ કાં અનુભવજ્ઞાન ન આપે? જૈન યુવક પાતાના વડવાઓની જેમ ધનઉપાર્જનમાં ગ્રંથાયેલા જોવામાં આવે છે. તેઓ માં ગૃહસ્થાશ્રમી રહેતા છતાં તપસ્વી જેવા ખની ઉદારચિત્ત, સ્વચ્છ, દયામૂર્તિ ન અને મારી પાસેથી પાલીતાણા ખખત મત માગ્યે, મારી પાસે હવે ઉદેપુરના કરુણામય ઉપદ્રવ વિષે મત માગ્યે છે. આ માગનાર પણ જુવાન મિત્રા છે. તેમણે નડાતા ધાર્યો એવા મત આ વેળા મે‘ આપી દીધા છે. હું હિન્દુ અને જૈન એવા એ વિભાગ નથી કરતા. સ્યાદ્વાદની જ સહાયથી હુ હિંદુ એટલે વૈદિક મત અને જૈન મતનું એકથ સાધી શકું છું. મે તા તેની મદદથી સૌ માત્રની એકતા મારા પૂરતી તો કયારની સાધી છે. શ્વેતાંબર દિગબરના ઝધડાનો ન્યાય છાપાં દ્વારા ન મળે, અદાલતમાં ન મળે. અન્ન અથવા એમાંથી એક એને સારુ