પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


નહિ. હાલ માતૃભાષાને ઘેાડીઘણી સગવડા મળવા લાગી છે; પરંતુ માતૃભાષા વિરૂદ્ધ અંગ્રેજી ભાષાનું યુદ્ધ હજુ ચાલુ જ છે. ઘેાડાં વર્ષ પહેલાં મૅટ્રિકયુલેશનના બધા વિષય અંગ્રેજીમાં જ શીખવા પડતા હતા. શરૂઆતમાં વકીલની પરીક્ષા મરાઠીમાં થતી તે જલ્લાની કાર્યમાં મરાઠીમાં કામ ચલાવતા નામાંકિત વકીલેા હતા. મરાઠીમાં વૈદ્યકનું શિક્ષણ લઈ તૈયાર થયેલા હાસ્પિટલ ઍસિસ્ટટા હતા. કાયદાનાં ને આધુનિક વૈદ્યક- શાસ્ત્રનાં પુસ્તકે તે વખતે મરાઠીમાં હતાં. વડાદરા સંસ્થાનમાં આધુનિક પાશ્ચાત્ય પદ્ધતિનું વૈદકીય શિક્ષણ મરાઠીમાં આપવાને વિશેષ પ્રયત્ન થતુ હતા. આ પ્રકાર ચાલુ રહ્યો હાત તેા દેશી ભાષાએ આટલી પછાત ન રહેત. પણ તેમના દુધૈવે તેમને બહિષ્કાર કરવામાં આવ્યા. શ્રીયુત સય્યદ રાસ મસૂદજંગને જાપાનની શિક્ષણપદ્ધતિ જોવા માટે નિઝામ સરકારે જાપાન મેાકલ્યા હતા. તે એસફર્ડ યુનિવર્સિટીના બી. એ. હાઈ ઈંડિયન ઍજ્યુકેશન સર્વિસમાં દાખલ થયા હતા. તેમને નિઝામ સરકારે પેાતાના વિદ્યાખાતાના વડા બનાવ્યા છે. તેમણે જાપાનમાં ત્રણ મહિના રહી ત્યાંની શિક્ષણપદ્ધતિને અભ્યાસ કરી ‘ જાપાન અને ત્યાંની શિક્ષણપદ્ધતિ ( Japan & its educational system ) એ પુસ્તક લખી ૧૯૨૩માં પ્રસિદ્ધ કર્યું છે. તે કહે છે કે જાપાનના લેાકાએ પાશ્ચાત્ય લેાકાનું જ્ઞાન પેાતાની ભાષામાં આણી તે સ પ્રજાને હવાલે કર્યું છે, અને આપણે હિંદુસ્થાનમાં તેને અંગ્રેજી ભાષાનું તાળું લગાડેલી પેટીમાં પૂર્યું છે તે તેની ચાવી બહુ થાડા એટલે અંગ્રેજી ભણેલા લાકા પાસે જ છે, એ હિંદુસ્થાને ઘણી મેાટી ભૂલ કરી છે. તે પુસ્તકમાંના કેટલાક ઉતારા આપવા જેવા છે. “ It is only, thanks to the far-sighted policy of His Exalted Highness the Nizam of Hyderabad, that by the foundation of the Osmania University, where all instruction has to be imparted in the Urdu language, that step has at last been taken in India, which was taken in Japan as early as the second half of the 19th century. “ Had the hope been fulfilled which was so con- fidently expressed in the Despatch from the Court of Portal