પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


ઉપયાગ કરી શકાય છે. પાણી ગરમ કરવાના અંબામાં પણ નળવાટે પાણી પહેાંચાડવામાં આવે છે. ૨૦ (૫) આશ્રમની આસપાસની જગા સ્વચ્છ ને સપાટ કરવામાં આવી છે. શાળાના આંગણામાં તે વાંચનાલયની આગળ બાગ બનાવવામાં આવ્યા છે. (૬) શાળા અને કૅલેજના ઉપયાગ માટે શાસ્ત્રીય સાધનેા તૈયાર કરવાનું કારખાનુ કાઢવામાં આવ્યું છે. તેને “ જૂનિયર હૅરેટરી અપરેટસ વ શેપ ’’ એવું નામ આપવામાં આવ્યું છે. તેમાં તૈયાર થયેલાં સાધનેા સર- કારી વિદ્યાખાતું હાઇસ્કુલાના ઉપયાગ માટે ખરીદે છે. એ ઉપરાંત મુંબાની ફ્ાયલ ઇન્સ્ટિટયૂટ, પૂનાની ફર્ગ્યુસન તે ન્યૂ પુના ૉલેજ, ધારવાડની કર્ણાટક ફૅૉલેજ, સુરતની કૅાલેજ, અને અમદાવાદની ગુજરાત કાલેજમાં મળી આશરે દશ હજાર રૂપિયાનાં આવાં સાધને વેચવામાં આવ્યાં છે. તેમાં વિદ્યુત સંબંધી સાધને મુખ્ય છે. હિંગણેની વસાહત ને ગેરડવાની કૅાલેજની વસાહતમાં યાંત્રિક દૃષ્ટિએ જે સગવડા થઇ છે તેનું માન પાતીખાઇના પુત્ર શ્રીયુત્ નારાયણ મહાદેવ ઉર્ફે નાના આઠવલેને ઘટે છે. તે વિદ્યાર્થી હતા ત્યારે પ્રિન્સિપાલ કેશવરાવ કાર્નિટકરના પ્રાત્સાહનથી તેમની દેખરેખ નીચે ફ્સન કાલેજની વર્કશાપમાં તેમણે એક વર્ષ કામ કર્યું હતું. તે વખતે તેમનામાં શાસ્ત્રીય સાધનેા બનાવવાની બાબતમાં એક પ્રકારની દૃષ્ટિ ઉત્પન્ન થઇ. તેને પરિપેાષ કરી, જાત-હિમ્મતથી તેને માટે ક્ષેત્ર તૈયાર કર્યું. મુંબાઇના રાયલ ઇન્સ્ટિટયૂટ માટે એક પ્રકારનુ હુમદક યંત્ર ( Travelling Microscope ) વિલાયતથી આવ્યું ત્યારે એમાં એક મહત્વના ભાગ ભાંગી ગયેા હતા તે ત્યાંના પદાર્થવિજ્ઞાનશાસ્ત્રના અધ્યાપક અને નાનાના સહાધ્યાયી Xાફેસર પરાંજપેએ મુંબાઇમાં સમું નહિ થઈ શકવાથી આ કારખાનામાં મેાકલ્યું. નાનાએ ખૂબ વખત ગાળીને તે દુરસ્ત કર્યું. તેમને આ વિષયને ધ્યાસ લાગી રહ્યો છે. કપડાં ને દરદાગીનાથી મનુષ્યદેહને શાભા મળે છે તે જ પ્રમાણે આશ્રમ- નું બાહ્યસ્વરૂપ શેશભાયમાન બનેલું છે, પણ જે જડ દેહ પર વસ્ત્રાભૂષણા પહેરાવવાનાં તે થાડા ઘણા કૃશ થયેા છે એ કબુલ કરવું જરૂરતુ છે. આશ્રમના જડદેહનાં મુખ્ય અંગેા એ--(૧) દ્રવ્યનું બળ અને (૨) વિદ્યાર્થીઓની સંખ્યા. આ બન્ને અગા થાડાં દુખળાં પડયાં છે. આશ્રમના વધતા જતા ખર્ચ માટે આવક પુરતી થતી નથી. મહાયુદ્ધનાં છેલ્લાં વર્ષોમાં માંધવારી સખત