આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨ : દીવડી
 

'હવે, સાહેબ ! છબીઓ પડાવો....અને છપાવો કે તમારી ગોળીએ લખપત મર્યો. તમે તો નહિ, પણ લોકો તો માનશે.'

રણવીરના હૃદયમાં વિચાર આવ્યો :

'આવી માનવતા મરે એના કરતાં બહારવટિયા બને જ નહિ એવું રાજ કરતાં માનવીને ક્યારે આવડશે?'