આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૬૪:દીવડી

થયેલા મુસલમાનની બ્રાહ્મણે કરેલી સારવારથી તે શુદ્ધિમાં આવ્યો અને સ્વબળથી પગે ચાલતો શેઠના ઘર આગળથી તે પોતાને ઘેર જતો હતો. શેઠે તેને પોતાની પાસે બોલાવી બેસાડ્યો અને પૂછ્યું :

'મિયાં ! કાલે રાત્રે તમે ખૂબ કરી હો ! મંદિરની ટોચે જઈ ધજા સંભાળી તમે ઊભા ન હોત તો ધજા જરૂર બળી જાત'.

'ઈસમેં ક્યા, શેઠ સહાબ ? હનુમાનજી ગાંવકા ઔર ગાંવ હમારા સહી ને ? અગર જરૂરત હતી તો મેં આગમેં ભી કૂદ પડતા થા.' ગુજરાતી લઢણવાળી હિંદુસ્તાની બોલીમાં મિયાંએ જવાબ આપ્યો.

'મિયાં ! દવા કે લિયે કુછ ચાહિયે ?' શેઠે પૂછ્યું.

'અરે, નહિંજી, અલ્લા રસુલકા નામ લેકર મૈંને કામ કિયા, ઇસમેં દવા ભી કૈસી ઔર પૈસા ભી કૈસા ?'

થોડે દિવસે આગમાં દાઝેલા મિયાંને રૂઝ વળી; છતાં તેમના હાથ ઉપર દાઝ્યાનો એક ડાઘ રહી ગયો. કોઈ અજાણ્યા માણસે એ ડાઘની પૂછપરછ કરી એટલે મિયાંએ પોતે જ કહ્યું:

'વો તો હમારા ચાંદ હૈ. હનુમાનજીને દિયા.' અને એ કાર્યની સ્મૃતિ તરીકે ત્યારથી એ મુસલમાનને બધા 'ચાંદવાળા મિયાં'— 'ચાંદમિયાં' કહીને ઓળખતા. હનુમાનના મંદિરને બચાવવામાં તેમના યશસ્વી ભાગનો યશ સહુ કોઈ તેમને આપતા અને મિયાં ગર્વ પૂર્વક એ યશને લેતા પણ ખરા આમ સહુના પ્રયત્નથી હનુમાનનું મંદિર અગ્નિમાંથી બચી ગયું. હનુમાનનું મંદિર બચ્યું એટલે ગામ ચોરી ચખારીથી બચી ગયું, લૂંટફાટથી બચી ગયું અને અનીતિથી બચી ગયું. હનુમાન દેવ હોય કે ન હોય. એમણે સાચા પરચા બતાવ્યા. હોય કે ન હોય એનો આજ ભલે બુદ્ધિપૂર્વક વિચાર કરીએ અને તેમનામાં અશ્રદ્ધા સેવીએ; છતાં આજે એટલું તો લાગે છે કે એ હનુમાન અને હનુમાનનું મંદિર ગામના શૌર્યનાં, ગામના સંગઠ્ઠનના, ગામની સજ્જનતાનાં અને ગામની ઝિંદાદિલીનાં પ્રતીક તો જરૂર