આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો હરીફ: ૧૬૯
 

જ્ઞાતિના બે ભિન્ન બનેલા ગોળ વચ્ચેનું જ હતું. આર્ય સંસ્કૃતિની જ્ઞાતિવ્યવસ્થા સમાજશાસ્ત્રનો એક ભવ્ય કાયડો છે એમાં શંકા નહિ.

લગ્ન થાય એટલે પતિપત્નીએ ભેગાં રહેવું જ પડે લગ્નની એ આદ્ય શરત; પરંતુ માબાપથી છોડાયેલાં બાળકોને ઘર મળતાં જરૂર મુસીબત પડે. છતાં સ્નેહલગ્નના શોખીન મિત્રોએ મળી આ પ્રેમશહીદ યુગલ માટે એકાદ ઓરડી ભાડે રાખી આપવાનું મહાકાર્ય કર્યું અને પડોશીઓની જિજ્ઞાસુવૃત્તિએ એ વીર યુગલ પ્રત્યે સહાનુભૂતિ પણ ઉપજાવી. બીજા એકબે મિત્રોની સહાય વડે તેમણે ભણતર પણ પૂર્ણ કર્યું – જોકે પ્રેમની તેજભરતીમાં ભણતરના ઓળા બાહુરૂપ બની રહેતા હતા ખરા. ભણતર ક્યારે વહેલું પૂરું થાય અને પ્રેમ-આસ્વાદ પૂરેપૂરો લેવાની તક ક્યારે મળે એવી તીવ્ર ઈચ્છા ધરાવતાં પતિ-પત્ની બની ચૂકેલાં બન્ને સ્નેહીઓએ સાનંદાશ્ચર્ય જોયું કે તેઓ બને છેલ્લી પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં છે - જોકે તેમણે ધાર્યું હતું એવા યશસ્વી વર્ગમાં નહિ.

તેમણે સંતોષ મેળવ્યો કે પરીક્ષાના યશ કરતાં પ્રેમનો યશ વધારે મોટો છે, અને પ્રેમમાં મળતો આનંદ પરીક્ષાના વર્ગવિગ્રહી આનંદ કરતાં વધારે સ્વચ્છ અને વધારે ઊંડાણવાળો હોય છે. વિદ્યાર્થી અવસ્થાનો પ્રેમ કૈંક વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમૂળ ભોગ માગે છે અને અંતે ભણતર છોડાવી પ્રેમફકીરી લેવડાવે છે, જેમાંથી અંતે પ્રેમ પીગળી જઈ એકલી ફકીરી જ અવશેષમાં રહે છે. એ કરતાં પરીક્ષા પસાર કરાવી શકેલો રસિક અને ચંદ્રિકાનો પ્રેમ ઓછો કઠણ નીવડ્યો, અને બન્ને પરીક્ષા પસાર કરી ચૂક્યાં. સમાન પ્રેમીઓએ સમાન પરીક્ષા વટાવી દીધી – ભલે યશસ્વી વર્ગમાં તે ન આવ્યાં !

પ્રેમનો આનંદ-ઉછાળો શમતાં બરાબર પરીક્ષા પસાર કર્યાનું આનંદમોજું ઊછળી આવ્યું. યૌવનમાં આનંદ ઊછળતો જ રહે છે અને તે પ્રેમોપચારમાં જ પરિણમે છે. અભિનંદન મેળવી ચુકી