આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાજી પટેલ : ૨૦૭
 

સાસુ જેવાં જ હોય છે. એકાદ ભીતમાં તરડ પડી હોય; છાપરાનાં નળિયાં ખસી ગયાં હોય; જમીનમાં લીંપણ ન હોય એટલે રસ્તે જતા સાધુઓ, ફકીરો અને સિપાઈસપરાં ત્યાં કદાચ પડી રહે. અમલદારોએ કોઈના ખાનગી મકાનમાં ઊતરવું નહિ એવા સખ્તાઈ ભરેલા હુકમ આપનાર ઉપરી અમલદારો જ બાજી પટેલની ઓસરીમાં મુકામ નાખતા; અને રોકડા પૈસા આપી 'બિલ' ચૂકવ્યા વગર કોઈનું સીધું ગ્રહેણ કરવું નહિ એમ હાથ નીચેના નોકરોના મન ઉપર સિદ્ધાન્ત ઠસાવનાર અમલદારો જ પૈસા આપ્યા વગર જ 'બિલ’ અને તેની પાવતી લઈ લેતા. ચારે પાસ પથરાયેલા નીતિના આવા હુકમો કાગળોની શોભારૂપ બની રહે છે. એટલે અંતે આ ગામ માટે તે એક નિયમ જ સ્થિર થઈ ચૂક્યો હતો કે અમલદારોનો મુકામ બાજી પટેલને ઘેર જ રહે, રસોઈ પણ તેમને ત્યાં જ થાય, અને અમલદારોના બાહોશ ટેવાયેલા કારકુનો બિલ પાવતી ઉપર બાજી પટેલની સહી લઈ પોતાની સાર્વજનિક પ્રામાણિકતાના પુરાવાઓનો ઢગલો ભેગા કરતા જાય.

ગામનો પટેલ ભણેલો અને હોશિયાર હતો. ભારતના ભણતરે ભારતને હજી સુધી ઉજાળ્યું હોય એમ બહુ દેખાતું નથી; પછી એ ભણતર નીચું હોય કે ઊંચું, દેશમાં લીધું હોય કે પરદેશમાં લીધું હોય. પટેલ ભણતર અને હોંશિયારીનો ઉપયોગ પોતાની મિલકત વધારવામાં અને પટલાઈની જવાબદારીઓ ઘટાડવામાં કરતો. બાજી પટેલને ઘેર બધી સગવડ થતી એટલે પટેલની પોતાની પણ ઘણી ઘણી સગવડ અમલદારો સાથે થઈ જતી. બાજી પટેલનું મહત્ત્વ વધે એમાં ગામના પટેલને જરા ય હરકત ન હતી; ઊલટું એ જેમાં તેમાં બાજી પટેલને આગળ કરી તેમનું માન વધારતો.

ગ્રામજનતાની સ્થિતિ સુધારવાના પ્રયત્નો અંગ્રેજ રાજઅમલથી થતા ચાલ્યા આવે છે. સારા પગારથી જેમની સ્થિતિ સુધરી ચૂકી હોય છે એવા અમલદારો ચક્રવ્યુહ નિત્ય રચાતો જ જાય