આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮ : દીવડી
 

છે. ખેતી સુધારવા માટે, પશુપક્ષીની જાત સુધારવા માટે, ઓજારાને, હળવા અગર ધારદાર બનાવવા માટે, જમીનનું ધોવણ અટકાવવા માટે, ગામડાનું આરોગ્ય સાચવવા માટે, સચવાયેલા આરોગ્યની છબીઓ પાડવા માટે, પાણી વધારવા માટે, અને ખાસ કરી ગામડાની ગરીબી ટાળવા સહકારી મંડળીઓ રચી ચૂસણનીતિ દ્વારા ગબ્બર બનેલા શાહુકારોના દેહફુગાવાને ચપટ બનાવવા માટે - એમ ગામડાની આસપાસ રચાતા અમલદારી ચક્ર્કવ્યૂહથી ગામડાંની સ્થિતિ કેટલી સુધરી એ તો ગામડાંનો ચહેરો કહી ઊઠે એમ છે. ભણતરની શરમભરી નિષ્ફળતાના નમૂના સરખા શિક્ષિત યુવાનો સારા કૃષિકાર કે સારા ગ્રામવાસી બનવાને બદલે નગરનિવાસી નોકર બની પછી ગામડાંની સ્થિતિ ઉપર નિવેદન કરવા પધારે છે અને સુધરેલી ખેતી, નવી ઢબનાં ઓજારો, કરકસર તથા સહકાર સંબંધમાં લોકોનું જ્ઞાન વધારી એ જ્ઞાનનું શું પરિણામ આવ્યું એ વિચાર્યા વગર પાછા બીજે ગામે પોતાનો હલ્લો લઈ જાય છે.

એવા એક અમલદારની વાણી તથા આગ્રહને વશ થઈ બાજી પટેલની આગેવાની નીચે એક સહકારી મંડળી સ્થાપવામાં આવી. સહકારી મંડળીમાં સાંકળિયા, જામીન અને ધિરાણ શબ્દ વારંવાર આવ્યા કરે છે. પંદર માણસોની મંડળી નીકળી. એમાંથી ચૌદ માણસોએ મંડળીનું નાણું લઈ સુધરેલી ઢબની ખેતી માટે પ્રયત્ન કરવા પ્રતિજ્ઞા લીધી, જે નાણાંમાંથી થોડો ભાગ પટેલને એની મહેનતના બદલામાં મળ્યો અને બાકીનો ભાગ શાહુકારનાં જૂનાં દેવા પેટે અપાઈ ગયો. ખેતીનો સુધારો અધ્ધર રહી ગયો. આકાશવૃત્તિ ચાલું રહી અને શાહુકારો ઉપરાંત ગામને માથે સહકારી મંડળી નામનો એક ન લહેણદાર ઊભો થયો.

લહેણદાર વાણિયો હોય, બેંક હોય કે મંડળી હાય : એ ત્રણેની શરમહીન ક્રૂરતા સરખી જ હોય છે. વર્ષ વીત્યું, બે વર્ષ વીત્યાં, ત્રણ વર્ષ થયાં, છતાં વ્યાજ કે મુદ્દલમાંથી કોઈ દેણદારે પૈસો આપ્યો