આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦ : દીવડી
 

પડતું લાગ્યું.

પ્રફુલ્લની ટીકા અસહ્ય બની જતાં હું તેને ઘેર મુદ્દામ ગયો અને તેને કહ્યું :

'પ્રફુલ્લ ! આજે હું ખાસ તારી સાથે વાત કરવા આવ્યો છું.'

'તને મેં ક્યારે ના પાડી? હું કેટલા ય દિવસથી તારી આંખમાં કશી ગુપ્ત વાત વાંચી રહ્યો છું. કહે.' પ્રફુલ્લે જરા હસતાં હસતાં મને જણાવ્યું. મને તેનું હાસ્ય ન ગમ્યું.

'ગુપ્ત વાત એકાંતમાં થાય. તમે મોટાં માણસ ધારો નહિ ત્યાં સુધી એકાંત આપો પણ નહિ.'

'કલાકનું એકાંત બસ છે? હું કહી દઉં છું કે કોઈએ એક કલાક સુધી અમારા એકાંતનો ભંગ ન કરવો... મારી પત્નીએ પણ નહિ. પછી કાંઈ?'

'તારી પત્નીમાં આવડત હોત તો મારે તને એકાંતમાં ઠપકો આપવા આવવું ન પડત.'

'તું ઠપકો આપવા આવ્યો છે? વારુ, કલાકને બદલે બે કલાકનું તને એકાંત આપું.' કહી તેણે બે કલાક સુધી કોઈએ અમારી વાતમાં દખલ ન કરવી એવી આજ્ઞા ચારે પાસ આપી દીધી. ચા-નાસ્તો મંગાવ્યાં અને પોતાને હાથે મને ચા કરી આપતાં કહ્યું :

'કહે, શાનો ઠપકો આપવો છે?'

'તને પોતાને સમજણ નથી પડતી કે હું શી બાબતનો ઠપકો આપવા આવ્યો હઈશ?'

'મારી જાતના જ સોગન જો મને કશો પણ ખ્યાલ હોય તો.'

'સહુની માફક મને છેતરવાનો પ્રયત્ન કરીશ...'

'હું સહુને છેતરીશ...માત્ર બે વ્યક્તિ સિવાય : એક તું અને બીજી મારી પત્ની.....!'

'તું શું એટલો બધો ભોળો છે કે તારા વિરુદ્ધ આખી દુનિયામાં થતી વાતની તને ખબર પણ ન પડે ? જો, પેલી કાંતાને અને તારો