આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું ફરી કેમ ન પરણ્યો ? : ૨૪૫
 


હું પોપટની સામે જોઈ રહ્યો. મને આ બુદ્ધિહીન પક્ષીની અનુકરણશક્તિ માટે માન ઉત્પન્ન થયું. આવાં પક્ષીઓ પાસે પ્રેમની વાત કરવામાં જોખમ રહેલું મને દેખાયું; એની હાજરીમાં પ્રેમબોલ બોલવા એ આપણી મશ્કરી કરવા સરખું લાગ્યું.

'કુસુમ ! સવાર થયું, જાગવું નથી ? ' પોપટ બોલ્યો.

' હું કેમ જાગું ? તું મને અડકીને તો જગાડતો નથી...' કુસુમે મીંચેલી આંખ અર્ધ ખુલી કરી કહ્યું.

'પણ હું તને જગાડતો જ નથી. તારો પોપટ ક્યારનો તને જગાડી રહ્યો છે. ' મેં સહજ હસતાં કહ્યું.

હસતાં હસતાં કુસુમ પણ બેઠી થઈ, અને તેણે કહ્યું :

'જો, આ મારો શિષ્ય કેટલું બધું ભણ્યો ?...તને ખબર નથી. પણ કેટલા યે દિવસથી એ તારું નામ ઉચ્ચારે છે...બોલો શુકદેવ ! ...અરુણ? સવાર થયું. જાગવું નથી ?'

'અરુણ ! અરુણ !..સવાર થયું. જાગવું નથી ?' પોપટ બોલી ઊઠ્યો અને મને ખૂબ હસવું આવ્યું.

કેટલાંક વર્ષો વીત્યાં. દુઃખનું મને જરા ય ભાન થતું નહિ. દુઃખ માનવીને જ હોય એમ તો બને નહિ, પરંતુ જે નાનાંમોટાં દુ:ખ આર્થિક–અનાર્થિક માથે પડ્યા એ સઘળાં કુસુમના મુખ સામે નિહાળતાં અલોપ થઈ જતાં અને હું સુખી જીવન અનુભવી રહ્યો. મને જીવવું બહુ ગમતું. આ રીતે જીવન વહ્યું જતું હોય તો જીવનને દુઃખમય ગણતી–ગણાવતી ફિલસૂફી અધૂરી જ ગણાય.

પરંતુ અધૂરા માનવીનું જીવન, એની ફિલસૂફી અને એનું સુખ અધૂરાં જ છે એમાં સંશય પણ ન ઉપજે એવું વજ્રપાત સરખું દુ:ખ મારે માથે આવી પડ્યું. વિધાતા કોઈ પણ માનવીના લલાટે પૂર્ણ સુખ ક્યારે લખે છે? માનવદુઃખમાં આનંદતા અગમ્યે કુસુમને