આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૮]


 : ૫ :

મેં વિચાર્યું : “ઇતિહાસના શિક્ષણનો પાયો વાર્તા દ્વારા નાખ્યો છે. હવે કવિતાના શિક્ષણનો પાયો હું લોકગીતના ગાન દ્વારા નાખું. મેં ખૂબ વિચાર કરી એમ નક્કી કર્યું હતું કે પહેલા છ માસ મારે પાયાનું કામ કરવું, અને પછીના વખતમાં મારે તે ઉપર રીતસરના ભણતરનું ચણતર કરવું.”

વિદ્યાર્થીને આમ કંઈક નવું આવે એટલે હસાહસ અને ગંમત ને મશ્કરી તો ખરીજ. મે લોકગીતોની શરૂઆત કરી: “ચાલો જુઓ, હું તમને ગવરાવું તેમ તમે ગાઓ.”

મેં શરૂ કરાવ્યું:

કાનો કાળજડાની કોર છે,
બહેની મારો કાનો કાળજડાની કોર છે.

પણ કોઈ ઝીલી શકયું નહિ.

મને નવાઈ લાગીઃ ચોથા ધોરણના છોકરાઓ આટલું પણ ન ઝીલી શકે ! પણ એમને એવી ટેવ જ ન હતી. મેં બીજું લીધું:

મારો છે મોર, મારો છે મોર;
મોતી ચરંતો મારો છે મોર.

હવે કંઈક ચાલ્યું.

પણ એટલા બધા છોકરાએાએ કાચુંપાકું ગાન ઉપાડ્યું કે શાળામાં તે હોહો થઈ રહ્યું !

પાસેથી શિક્ષક આવ્યા ને કહ્યું: “ભાઈ, બસ રાખો આ અવાજ ! કાનપડ્યું સંભળાતું નથી !”

એક શિક્ષક કહેઃ “એ ભાઈ, રોજ ને રોજ કંઈક નખરાં તો કાઢવાનાં જ કે ! અમારા છોકરાને સુખેથી ભણાવવા દેવા છે કે નહિ ? તમારે તો કાંઈ નહિ. અખતરામાં ફાવ્યા તો