આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪૫]

પહેલેથી જ રોજની વાતનો ને શ્લોકનો કરી નાખવાથી તો ઊલટી તે વિષેની ખરી જિજ્ઞાસા મંદ થાય છે. ઠીક છે, એ પણ એક છે, એમ રહે છે; ને તેને લીધે ૬૦ વર્ષ સુધી પણ માણસ કર્મકાંડના શ્લોક બોલનારા ને ધર્મશરીરના કોષ્ટકોના ધર્મ પાળનારા રહે છે. ”

સ્વામીજીઃ “એ તે વાત સાચી. મારું પણ એવું માનવું છે. મને પણ આટલા અનુભવથી એમ તો લાગતું જ હતું કે આ રોજના સહવાસથી થોડા વખતમાં વિદ્યાર્થીને આવા વિષયો પર કંટાળેા આવશે. મને એમ તો સમજાયું છે કે આપણે કોઈ બીજી રીતે ધાર્મિક શિક્ષણ આપીએ.”

મેં કહ્યું: “માફ કરશે, મહારાજજી ! મારું તો કહેવું છે કે ધર્મને આપણે જીવવા પ્રયત્ન કરીએ. માબાપો પ્રયત્ન કરે; શિક્ષક પ્રયત્ન કરે. પાઠ્યપુસ્તકોમાં ધાર્મિક પુરુષ ને પ્રસંગોની વાતો બીજી વાતો જેમ આવે. વખતે બીજી વાર્તાઓ જેમ પુરાણ ને ઉપનિષદની વાર્તાઓ પણ કહીએ. ઇતિહાસના પુરૂષોની જેમ વાર્તાઓ કહીએ તેમ ધર્માત્માઓની પણ કહીએ. આટલા સંસ્કાર કહો તો સંસ્કાર ને આટલી પૂર્વતૈયારી કહો તો પૂર્વતૈયારી બસ છે. બાકી બધું કર્મકાંડ ને શ્લોકો, ને તે યાદ કરાવવા ને બોલાવવા, ને ધર્મશિક્ષણ ને ધર્મો ને તેનાં પુસ્તકોની સ્મૃતિ ને એ બધું ધાર્મિક શિક્ષણને નામે રહેવા દઈ એ તો ?”

સ્વામીજી કહે: “ત્યારે મારે ધંધો શો કરવો ?”

મેં કહ્યું: “શિક્ષણનો, આપ પણ મારી જેમ શિક્ષણ આપવા બેસો.”

સ્વામીજી કહે: “પણ સ્વામી થઈને શિક્ષકનું કામ કરવું ?”

મેં કહ્યું: “શિક્ષણનું કામ જ તમારું છે. તમે જો શિક્ષણનું કામ લો તો સારા શિક્ષકોનો અભાવ દૂર થાય ને સાચું કામ થાય.”