આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જય દેવ, જય દેવ, જય હરિહરા, ગંગાધર ગિરિજાવર, ઈશ્વર ૐકારા ... ૐ હર હર હર મહાદેવ

વાઘાંબર પિતાંબર, શિવશ્યામે પહેર્યા કમળનયન કેશવને, શિવને ત્રિનયના... ૐ હર હર હર મહાદેવ

નંદિવાહન ખગવાહન, શિવ ચક્ર ત્રિશુળધારી ત્રિપુરારી મુરારી, જય કમળાધારી... ૐ હર હર હર મહાદેવ

વૈકુંઠે વસે વિશ્વંભર, શિવજી કૈલાસે, હરિકાળા હર ગોરા, જે તેને ધ્યાને... ૐ હર હર હર મહાદેવ

રામને ખાંધે ધનુષ્ય, શિવ ખાંધે ઝોળી રામને રીંછ વાનર, શિવને ભૂત ટોળી... ૐ હર હર હર મહાદેવ

ચંદન ચઢે ત્રિકમને, શિવ હર ભસ્માંગે રામે હૃદયે રાખ્યા, ઉમિયા અર્ધાંગી... ૐ હર હર હર મહાદેવ

કૌસ્તુભમણી કેશવને, શિવને રૂંઢમાળા મુક્તાફળ મોહનને, શિવને સર્પકાળા... ૐ હર હર હર મહાદેવ

કેવડો વ્હાલો કેશવને, શિવને ધંતુરો ત્રિકમને વ્હાલા તુલસી, શિવને બીલીપત્ર... ૐ હર હર હર મહાદેવ

લક્ષ્મીવર ઉમિયાવર, શંકર શામળિયા હરિવર નટવર સ્વામી, એકાંતે મળીયા... ૐ હર હર હર મહાદેવ

મોહનને મહાદેવ, જો સુંદર ગાશો હરિહરના ગુણ ગાતા, હરિચરણે જાશો... ૐ હર હર હર મહાદેવ

હરિહરાની આરતી, જે કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી, કૈલાસે જાશે... ૐ હર હર હર મહાદેવ