આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



મામૈદેવના દોહાઓ

કચ્છમાં લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં મામૈદેવ કે પંડિત મામૈદેવ કે મામૈયા માતંગ તરીકે પ્રખ્યાત વિદ્વાને મામૈદેવપુરાણની રચના કરેલી. આજે પણ કચ્છનાં મહેશ્વરી સમાજમાં આ રચનાઓ બહુ પ્રસિદ્ધ છે. આ રચનાઓમાં પણ મામૈદેવે ભવિષ્યની આગાહીઓ રૂપે લખાણ કરેલું છે. મુળ કચ્છી સિંઘી ભાષાની આ રચનાઓ છે.

• કુંવર વિક્નીંડા કાઠયું, રા`વીકનીડા ઘાહ,
માંમૈયો માતંગ ચ્યે, નાણે વિકંધા ન્યા.

કુંવર (રાજકુમારો) લાકડાં વેંચશે, રા (રાજા) ઘાસ વેંચશે, મામૈદેવ કહે છે કે ન્યાય પણ નાણે વેંચાશે.

• ખચરડા ખીર ખાયન્ડા, તગડા ઈંડા તાજી,
વડા માડુ વેહી રોંધા, પૂછા ઇન્ધા પાજી.

ખચ્ચર (ગદર્ભ)ને દૂધ ખાવા મળશે અને તે જાતવાન ઘોડાઓ (તાજી) કરતાં પણ તગડા થશે, મોટા માણસો બેસી રહેશે અને નાલાયક (પાજી) લોકો પાંચમાં પૂછાશે (તેમનાં માનપાન થશે).

• સને જીવેજી સરમ ન રોંધી, નરોન્ધી મનમે મેર,
ધન ખર્ચે ધર્મી ચવાંધા, કંધા વડેસે વેર.