આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

• સૂકજી વેંધી સાબરમતી, કાન્કરીયે થીન્ધો ગાહ,
મામૈયો માતંગ ચ્યે, ખીર વિકણીદા રાહ.

સાબરમતી સૂકાય જાશે અને કાંકરીયા તળાવમાં ગાર (માટી) ભરાશે, મામૈયો માતંગ કહે છે કે રાહ (રા, રાજા) દૂધ વેંચતો (ગોવાળ કે પશુપાલક) થઈ જશે. (સાબરમતી નદીમાં જ્યાં ત્યાં બંધ બંધાઈ ગયા એટલે સાબરમતીમાં બારેમાસ વહેતું પાણી હવે જોવા ના મળે . કાંકરીયા તળાવ એક વખત ખાલી કરાવી નાખ્યું અને એમાં ઘઉં નું વાવેતર કરાવેલું.)

• માંનીયું થીન્દીયું મઠ જી. તેલજા થીંદા ઘી,
મામૈયો માતંગ ચ્યે, હેડા અચીંધા ડી.

અનાજની અછત થવાથી લોકો મઠનાં રોટલા (માની) કરશે અને તેલનું ઘી બનશે (આજે વેજીટેબલ ઘી થી પ્રસિદ્ધ છે તે ). મામૈયો માતંગ કહે છે કે એવા દીવસો આવશે.

• ધરમ જુગા જોગ વધે, બુધ સે ઘટે પાપ,
જેતે ગોએડ ગજા કરે, ઓતે કી સંચરે સાપ.

• શેણી સકેલો કરશે, નરમલ થાશે નીર,
અંજાર મંજ જાત્રુ થાશે, ભણે વઠો મામૈઈ પંડતવીર.

(નીચેના દોહાઓ મામૈદેવપુરાણમાંથી મળેલા છે) (સંદર્ભ-mamaidev.gujaratiblogs.com))

• સમૈનગરમે સાઓ થીંધો, સિંઘ મીંજા લગધો ડમ,
મામૈ ભણે માયશ્રીયા, ઉજામધો નં આડજો જમ.
• મકકે ધોડા બઘઘા, તૂરકી કેંધો તાણ,
મામૈભણે માયશ્રીયા, વરતઘી અસરેજી આણ.