આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

• જો પઠાણ નાં તાલભદીન, હિંદુ મીંજા મુસલમાન કેંધો,
મામૈભણે માયશ્રીયા, નોં ખંડ પૃથ્વી તે ડંકો ડીંધો.
• રુમસૂમ મીજા ચાંસી ચડઘી, મડચંદ કેંધો હાજ,
મામૈભણે માયશ્રીયા, તેર થીંધો પાંજો રાજ.
• મિંજઈ મોઘલ જાગઘા, મિજઈ મિંજ કેંઘા રાજ,
મામૈભણે માયશ્રીયા, પૃથ્વી થીંઘી મીરછેંજો ખાજ.
• બો રાજા રાજ કેંઘા, હિકડે તખતેતે વઈ,
મામૈભણે માયશ્રીયા, ડીંઘા ગામ મીરછેં કે દઈ.
• કાબુલ, કંદાર, તૂરક, તમાચી, ચારોએ ચડઘા મીર,
ગોઈયું -મઈયું -માલ મરઘા, નાલે નં રોંધો ખીર.
• ઢીંગલે ઢીંગલે ઘરમ વિકાબો, નાણે વિકાબી નારી,
અનન પાણી તોલે વિકાબા, નમોસા નાં ઘારી.
• ભૂસકા થીંઘા હુલ હુલકારી, ભારી થીંધો ભાંગાણ,
ઝાંખરીઆ પખર પેરીંઘા, ઈ આગમજા એંઘાણ.
• અભ તપંદો ભુ તામણી, સુરજ કેંદો ઠંકા,
ડુંગર મેળે ડગમગદા, ભોણજા થિદાં ભૂંકા.
• અંત ઘણા મેઘ વસઘા, ઘરીયા કેંધો ઘઘકાર,
બારમતીકે જુકો ડીઠે, તેંજો વિંગો નં થીંધો વાર.
• અંત ઘણા મેઘ વસંદા, પાણી મૂકી વેંદા પાતાર,
મામૈ ભણે માયશ્રીયા, દિલજા પોંદા દુકાર.
• છાસ મથે મખણ નં રોંધો, દરીયા તે નં હલઘા વહાણ,
સોરે કરાએ સૂરજ ઉંગધો, પુરા વેદ જા પરમાણ.
• પોથા થિંદા થોથા, કંથાયદા મન ઘડંત જ્ત્રાન,
મામૈભણે માયશ્રીયા, દાનવ ગનંદા દાન
• જર ઘટધો, જમીન ઘટઘી, ઘટી વેંઘા અન્નપાણી,
માન ઘટધો મુલક ઘટધો, નં રોંઘા રાજા રાણી.
• પૃથ્વી આય પરમારેજી, પૃથ્વીતે મોર વડા પરમાર,
હિકડેજો આબુ બેસણું, બેજી ઉજેણીનગરજી ઘાર.