આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



બ્રહ્મલીલા

ચોખરો-૧
(રાગ:સામેરી)
ૐ નમો આદિ નિરંજન રાયા, જહાં નહિ કાળ કર્મ અરૂ માયા;
જહાં નહિ શબ્દ ઉચ્ચાર ન જંતા, આપે આપ રહે ઉર અંતા(અંદર).
"છંદ"
ઉર અંતરમેં આપ સ્વબસ્તુ, ઢિગ(પાસે) નહીં માયા તબેં(ત્યારે);
અન્ય નહિ ઉચ્ચાર કરિવે, સ્વસ્વરૂપ હોહીં જબેં(જ્યારે).....૧
મિથ્યા માયા તહાં કલ્પિત, અધ્યારોપ કિનો સહી;
અર્દ્ધમાત્રા સ્વભાવ પ્રણવ સો, ત્રિગુણ તત્વ માયા ભઇ.....૨
આપ જ્યૌં કે ત્યૌં નિરંજન, સર્વ ભાવ ફેલી અજા(માયા);
જ્યોં ચુંબક દેખકેં લોહ ચેતન, ત્યૌં દૃષ્ટોપદેશ પાઇ રજા.....૩
પરમ ચૈતન આદિ નિરંજન, અકરતા પદ સો સદા;
અજા અલ્પ અર્વાક(અર્વાચીન) અંજન(મેલ), ભો(થયું) જગત પલમેં તદા(ત્યારે).....૪
સગુણબ્રહ્મ સો સ્તુતિ પદારથ, દૃષ્ટ પદારથસ્વામિની(વસ્તુનાં માલીક);
અખા બ્રહ્મ ચૈતન્યઘનમેં, ભઇ અચાનક દામિની(વીજળી).....૫

ચોખરો-૨
ઐસેં આપ સગુનબ્રહ્મ સ્વામી, ઐસેં હી અંશ ભયો બહુનામી;
આપ ફ્લાવ કિનો ગૃહિ માયા, સહજ ભોગ કરિ સુત તીનું(ત્રણ) જાયા(ઉપજાવ્યા).
"છંદ"
જાયે તીન સુત જગતકારન, સત્વ રજ તમસાદિ ભયે;
પંચભૂત અરૂ પંચમાત્રા, તમોગુન કેરે કહે.....૧
દેવ દશ અરૂ ઉભય ઇંદ્રિય, બેગ(શીઘ્ર) ઉપજે રજહીંકે;