આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તાહીકે મધ્ય ભાંતી ભાસી, વેસિ સત્ય સુહાવની(શોભતી).....૧
ત્યોં અજાક મધિ ભાંતી નાના, વસ્તુ વિશેષહીં ભાસી હે;
આત્મા અકર્તા અભોગ અવયવ, જાનત જીવ વિલાસી હે.....૨
પ્રકૃતિ પુરુષકે જોગ જંતુન, મિથ્યા પુરુષ પ્રકટ ભયો;
સો આધ નાહીં અંત્ય નાહી, મધ્ય માનિ તાપેં રહ્યો.....૩
સંશય મિથ્યા વિપરીતભાવના, જબ લગી જો નર કરૈ;
તબલગી નાના દેહ ધરહીં, માયામેં ઉપજૈ મરૈ.....૪
પિંડ પર સો મોહ પાયો, પુરંજન તાતેં ભયો;
કહે અખા યહ જીવૌત્પત્તિ, માન મિથ્યા લે રહ્યો.....૫
ચોખરો-૫
સદા સર્વદા નાટક માયા, નાટક ચલે દેખે પરબ્રહ્મ રાયા;
સો સબ લે અપને શિર જંતા, તાતેં ન આવહીં જીવકો અંતા.
"છંદ"
અંત ન આવહીં કૃત્ય ભાવહીં, રંજના(પ્રીતી) દેહસોં સદા;
મેં મમતા કર આપ પોખે, ત્યોં ત્યોં મન પાવૈ મુદ્દા.....૧
સ્વરૂપ જેસો પુત્ર વંધ્યા, કર્મ નિત ઐસેં કરે;
આકાશકી નિત્ય મોટ(પોટલી) બાંધે, ભંડાર લે અપના ભરે.....૨
અજાયે(નહિ જન્મેલાં) નર સુભટ યોદ્ધા, તાહીકી સેના રચી;
ગાંધર્વનગરી જીતિવેકોં, ચલે રાય સુંદર શુચી.....૩
જય પરાજય નિત્ય પાવે, હર્ષ શોક હ્રદે વિષે;
તન મનકે આનંદ કારન, કર્મમાદક નિત ભખે.....૪
અસંભાવના(સંશય) વિપરીતભાવના, તાહીકે હિયમેં રહી;
કહે અખા એ જીવનલચ્છન, ઉત્પત્તિ સ્થિતિ વાકી કહી.....૫
ચોખરો-૬
હોતા નહીં અબેં નાહીં આગેં, મિથ્યા ભ્રમ ભ્રમિવેકોં(ભમવા માટે) લાગે;
જ્યૌં દેહકે સંગ છાયા હોઇ, સો મિથ્યા નાં સાંચી(સત્ય) સોઇ.
"છંદ"
નાંહીં મિથ્યા નાંહીં સાંચો, રૂપ ઐસો જીવકો;