આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

| | | | | | || || થઇ ત્યારે કોઇએ જોયું તો તો ક પાથી આ વખતે વણી તેરે છે. પાઈઓને જોઈને હેરાણીએ પૂછ્યું કે શો `, ` wઈ, રાજી શું કરે છે? ud ો, જા સૂતા છે. હરી બોલી, મા હણ શું કરે છે? ` કહે, તુ છે, હસી કહે, ‘મારો વ૨ શું કરે છે?' સિપાઈ કહે, ‘અંગૂઠો ચૂસતો ચૂસતો પોઢી ગયો છે. પછી હેણી કહે કે ‘‘હું કાલે આવીશ'. એમ કહીને એ ચાલી ગઈ. સવારે ઊઠીને સિપાઈએ રાતે બનેલી બધી વાતચીત રાજાજીને કહી. રાજા) નવાઈ પામીને બોલ્યા, “એમ? એ શું સમજવું? બીજી રાતે રાજાજી એ સિપાઈની સાથે સરોવરને કાંઠે ગયા. અધરાત થઈ ત્યાં તો હંસણી આવી. આવીને પહેરાવાળાને પૂછવા લાગી કે - મારો કુંવર શું - ‘‘ભાઈ! રાજાજી શું કરે છે?’’ – “મારું હરણ શું કરે છે?’’ – 26 કરે છે?’’ હંસણી જવા મંડી ત્યાં રાજાજી આવીને ઊભા રહ્યા. રાજાને જોઈને હંસણી બોલી : ‘‘રાજાજી, તમારી તલવાર મારા માથા ઉપર ત્રણ વા૨ ફેરવો.’ રાજાએ તલવાર લઈને હંસણીના માથા ઉ૫૨ ત્રણ વાર ફેરવી ત્યાં તો હંસણી મટીને રાણી બની ગઈ. રાજાજી ચકિત થયા. એણે પૂછ્યું કે “આ શું?’’ રાણીએ પોતાની નવી માની બધી વાત કરી, રાજાજી તો તરત જ તલવાર લઈને દોડ્યા અને પેલી ડાકણનો તથા એની છોકરીનો ચોટલો ઝાલીને મારવા તૈયાર થયા. રાણી રાજાજીનો પગ પકડીને બોલીઃ “મારા સમ, મારશો મા. ગમે તેમ તોય એ મારી મા છે, અને આ મારી બહેન છે.’’ રાજાજીએ ડાકણને કહ્યું, ‘‘આ હરણને માણસ બનાવી દે, નહીં તો તને મારી નાખું”. ડાકણે ધ્રૂજતાં ધ્રૂજતાં કંઈક મંત્ર ભણ્યા, એટલે તરત એ હરણ મટીને રાણીનો નાનો ભાઈ બની ગયો. પછી એ દુષ્ટ ડાકણને અને તેની છોડીને, માથાં મુંડાવી ચૂનો ચોપડી, ઊંધે ગધેડે બેસારી કાઢી મૂક્યાં.

લોકકથા સંચય

ડોશીમાની વાતો
૨૬