આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરે | બી મારી. થોડી વારમાં તો એ સોનાનો , | | | | આપો. એવા માં તો હતું કે રાજકુમારી મારી સાથે કોણ જાણે બી પી શે! પણ રાજકુમારીએ તો જરાયે રમત કરી નહીં. એ તો , હેલમાં દોડી ગઈ. થી ધાવી પીજે વર્ષ મારી રાજાજી પાસે બેઠી બેઠી સોનાની થાળીમાં ખાય છે, થો કરી આપ ૫ ૨૫ ક૨વું કોઈક નિસરણી ઉપર ચડતું હોય એમ લાગ્યું. કોઇ સ ખાની પાસે આવીને બોલવા લાગ્યું કે – ખાખી ૫ મારી, બારણું ઉઘાડો ને!' 4 28 એ સાંભળીને રાજકુમારી બારણું ઉઘાડવા ગઈ. ઉઘાડીને જુએ ત્યાં તો, હાય હાય ! એ તો પેલો દેડકો! એને જોતાં જ રાજકુમારીએ ઝટપટ બારણું વાસી દીધું. તે પોતાની જગ્યાએ બેસી ગઈ. રાજાએ પૂછ્યું, “કેમ બહેન, આટલી બધી કોની બીક લાગી? શું કોઈ રાક્ષસ તને ઉપાડી જવા આવ્યો છે?’’ એ બોલી, “ના બાપુ, રાક્ષસ નહીં. પણ એક દેડકો.’’ રાજા કહે, “તારી પાસે શા માટે આવ્યો છે?’’ રાજકુમારી બોલી, ‘‘બાપુ, કાલે વનમાં ૨મવા ગઈ હતી. ત્યાં ઝરણામાં મારો દડો પડી ગયેલો. એ દેડકે મારો દડો કાઢી આપ્યો ને મને કહ્યું કે મારી સાથે રમત રમ મને તારી થાળીમાં જમવા દે,’ મેં કહ્યું કે ‘હો! હું એમ કરીશ’. મને શું ખબર કે વનમાંથી એ આંહીં સુધી આવી પહોંચશે?’’ ફરી દેડકો બોલવા મંડ્યો, ‘‘ઓ નાની રાજકુમારી, મને આવવા દે! કાલ ઝરણાને કાંઠે તું શું બોલી હતી? ભૂલી ગઈ? ઝટ બારણું ઉઘાડ ને!” ત્યારે રાજાએ કહ્યું: ‘‘બેટા, તેં કહ્યું છે તો પછી બારણું ઉઘાડવું જોઈએ. આપણું વેણ કાંઈ ઉથાપાય? આપણે તો રાજા કહેવાઈએ.’’ પછી તો રાજકુમારીને બારણું ઉઘાડવું પડ્યું. બારણું ખોલ્યું ત્યાં તો પીટ્યો દેડકો ધપ ધપ કરતો ઘરમાં ચાલ્યો આવ્યો. પછી જઈને પાધરો એ તો રાજકુમારીની થાળી પાસે પહોંચ્યો. રાજકુમારીને એ ભાઈસાહેબ કહે કે “હું તો તારી સાથે જ જમીશ’’. એ જોઈને કુમારી તો આંખો મીંચી ગઈ, નાક દાબી દીધું, અને મોં ફેરવીને બોલી, ‘‘હૈં... એ... એ!’’ પણ રાજા કહે કે “ના, એમ કરાય નહીં. આપણે રાજા. આપણાથી વચન ભંગાય નહીં. તેણે તારા ઉપર કેટલો ઉપકાર કર્યો છે!’’

લોકકથા સંચય

ડોશીમાની વાતો
૨૮