આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સે પડ્યો હતો. ધીરે ધીરે તરફ ઢળી જઈ મલિન તે અભાવે, જીવનમાંથી એક-બે વાતો નિવેદન) બાળવાર્તાઓથી ભરપૂર ખજાનો આપણા દેશની ડોશીમાઓ પાસે પડ્યો હતો ળ ડોશીઓ મરી ખૂટી. જે રહી તેનો બુઢુઢાપણનો રસ ઘરના કંકાસ તરફ ઢળી જ બન્યો. બાળકોના કિલકિલાટ બંધ પડ્યા. આજ બાળકોએ વાર્તાને અભાવે જ કેટલું જવાહિર ગુમાવ્યું છે તેનો આંકડો અદશ્ય કે અગમ્ય ભલે હોય! એક દિવસ સ કે એ નુકસાની બેસુમાર છે. બાળકેળવણી કે બાળસાહિત્યની યોજના એવાના હાથમાં સોપાઈ કે જે બાળકો, મનોભાવ સમજી શકે નહીં. પરિણામે બાળસાહિત્ય જેવું કાં ગુજરાતી ભાષામાં રહો નહીં. એક દિવસે આપણી આંખ ઊઘડી, જાગ્યા, બાળસૃષ્ટિ પર નજર માંડી. બાળકોને ચહેરા પર વહેલી પહેલી વૃદ્ધાવસ્થા દેખી, દુનિયાદારીનાં ડહાપણ દેખ્યાં. પણ કલાનાની મસ્તી ક્યાં ઊડી ગઈ? મનોરથોનાં મોજાં ક્યાં શમી ગયાં? સાહસ કરવાની આતરસ શૂરાતનના તનમનાટ, એ બધાં ક્યાં સંતાયાં? આપણને લાગ્યું કે બાળષ્ટિમાંથી કઈ ખોવાયું છે – કાંઈક રસભર્યું, રમતભર્યું, અદ્દભુત અને આકાશગામી. - બાળ કેળવણીનો ક્રમ ઉથલાવી પાડવા, ને નવી દુનિયા રચવા આજ કોશિશો થાય છે. પણ હજુ એની એ જડબાતોડ ભાષા, એ પાધરો બોધ દેવાની ઘેલછા, અગ વાતોને નાનાં ભેજામાં ખોસી ખોસીને ભરી દેવાની ઉતાવળ – આજ નવા બાલસાહિત્યમાં નજરે પડે છે. કંઠસ્થ સાહિત્ય તરફ લક્ષ્ય ખેંચાયું છે. પણ એને નવી ભાષાનાં અને નવા ભાવોના શણગાર પહેરાવીને બગાડી નાખવામાં આવે છે. નદી કિનારે કાદવમાં કે પાણીમાં મસ્તી ખેલતાં છોકરાંને જરીનો વજનદાર પોશાક જ પહેરાવ્યા જેવું એ ગણાય. એ ભય સાચો સમજાયો આપણા ગિજુભાઈને કંઠસ્થ બાળસાહિત્યની સાચી ચાવી એમને નડી ગઈ. એમની સંગ્રહેલી બાળવાર્તાઓ આજે બાળકોને નચાવી રહી છે. અને મોટા નરનારીઓને ફરી એક વાર બાલ્યાવસ્થાનાં હાસ્યઆનંદમાં ઉપાડી જાય છે. ગિજુભાઈની વાર્તાઓ હાસ્યમય, વિનોદમય, બુદ્ધિચાતુર્યવાળી, શબ્દચાતુર્યવાળી રમતભરી છે. આ સંગ્રહમાં ભેળી થયેલી વાર્તાઓમાં અદ્દભુત રસ છે, કરુણ રસ છે, કલ્પનાના ખેલ છે, ગાંભીર્ય છે. એવી વાતોથી આપણું લોકસાહિત્ય છલોછલ ભર્યું છે. અંગ્રેજીમાં એને ફેરી-ટેલ્સ' કહેવામાં આવે છે. લોકકથા સંચય