આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાંજ પડી, પણ સિંહ તો આવ્યો નહીં! આખી રાત હસમુખીને ઊંઘ આવી નહીં. એ તો આંસુડાં ઢાળતી જાય ને મનમાં વિચારતી જાય કે અરેરે! એને રીસ ચઢી હશે ? કે એ માંદા પડયા હશે? મેં અભાગણીએ શા સારુ મોડું કર્યું? સિંહ હસમુખી બગીચામાં જઈને ગોતવા મંડી. એણે જોયું તો આઘે એક ઝાડ હેઠળ સૂતેલો. સાવ મરવા જેવો થઈ ગયેલો. એની આંખમાંથી આંસુ પડતાં હતાં. ‘હસમુખી એની પાસે જઈને રોતી રોતી કહેવા લાગી સિંહ! ઓ સિંહ! ઊઠો, ફરી વા૨ કદી હું આવું નહીં કરું. મારા સમ છે, ઊઠો ને!' સિંહે ગરીબડું મોં કરીને હસમુખીને કહ્યું ‘તું મારી સાથે પરણીશ?' હસમુખી બોલી: ‘એથી જો તમને સારું થતું હોય તો હું જરૂર પરણીશ’. અહાહા! આટલું હસમુખી બોલે ત્યાં ચોમેર વાજાં વાગવા લાગ્યાં, વાડી લીલીછમ બની ગઈ, પંખી ગીત ગાવા લાગ્યાં; અને સિંહ! હસમુખી જુએ તો સિંહ ન મળે. એને બદલે એક સોદાગર ઊભેલો. સોદાગર બોલ્યો, ‘આ મહેલ મારો છે. એક જાદુગરે આવીને મને સિંહ બનાવી દીધેલો. મારા માણસોના ફક્ત હાથ જ રહેવા દીધેલા. મને એણે કહેલું કે કોઈ ગુણિયલ કન્યા આવીને તને પરણવાની હા પાડશે, ત્યારે જ તું પાછો માનવી થઈ જઈશ'. ઘ૨માં જઈને જુએ ત્યાં તો હાથ ન મળે. બધા નોકરચાકર કામ કરતા હતા. પછી સોદાગર હસમુખીને લઈને સસરાને ઘેર ગયો. એની વાત સાંભળીને પિતાએ બેઉનાં લગ્ન કર્યાં. કેશીમાની વાતો

47

ડોશીમાની વાતો
૪૭