આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

13 ગૌરી એક હતો રાજા. એને પૈસા બહુ વહાલા. પૈસા મળે તો બીજું કંઈ ન માગે. એની રાણી મરી ગયેલી. સંસારમાં એક દીકરી સિવાય એને બીજું કોઈ નહીં. એ કુંવરી એવી સુંદર કે દુનિયામાં એટલું રૂપાળું કોઈ નહીં. એના શરીરનો રંગ એવો ગોરો કે જાણે શ૨ી૨માંથી તેજ નીકળતું હોય એવું લાગે. એટલે જ રાણીએ એનું નામ ‘ગૌરી’ પાડેલું. એ દેશમાં ઘુરઘુરી નામની એક બહુ જ કદરૂપી, કાળી કાળી, ખૂંધવાળી, એક આંખે કાણી, એક પગે લંગડી, ને એક હાથે હૂંઠી બાઈ રહેતી હતી. એ બાઈના મનમાં થતું કે મારા જેવી રૂપાળી બીજી કોઈ નહીં. માણસો જ્યારે બોલે કે રાજકુંવરી ગૌરી બહુ રૂપાળી છે, ત્યારે આ ઘુરઘુરીના મનમાં બહુ દાઝ ચડતી. એક દિવસ રાજાજી ફરવા નીકળેલા. પાછા ફરતા રસ્તામાં એને બહુ જ તરસ લાગી. સામે જ ઘુરઘુરીનું ઘ૨, રાજા ત્યાં પાણી પીવા ગયા. ઘરઘરીએ તો પધારો પધારો’ કહીને રાજાને ઘ૨માં બેસાડ્યા. ઘરમાં ચારે કોર માટલાની માણ માંડેલી. ઘુરઘુરી સોનાનો પ્યાલો લઈને એક માટલામાંથી શરબત રેડવા જાય ત્યાં તો માટલામાંથી શરબતને બદલે રૂપિયાની ધા૨ થઈ. ઘરઘુરી કહે, ‘અરે! અરે! શરબતનું માટલું ક્યાં ગયું?’ એમ કહીને બીજા માટલામાંથી રેડવા લાગી. ત્યાં તો સોનામહોરની ધા૨ થઈ. વળી બીજામાંથી ધાર કરે તો હીરા નીકળી પડે. કોઈમાંથી ઝવેરાત ઝરે. પણ એકેયમાંથી શરબતની ધાર ન થઈ. ઘરઘુરી તો બૂમ પાડવા લાગી, ‘હાય, હાય! મારું શરબતનું માટલું કોણ ચોરી ગયું?’’ આ બધું ખોટે ખોટું. એ જાણતી હતી કે રાજાને ધન બહુ વહાલું છે. એટલે જ એણે શરબતનું માટલું જાણી જોઈને લીધું નહોતું. રાજા તો આટલી માયા જોઈને થંભી ગયો. પછી એણે શરબતનો પ્યાલો રાજાને પાયો અને બોલી કે મારી સાથે પરણો તો આ બધી માયા તમને મળે’. એ સાંભળીને રાજાજી કૂદકો મારીને ઊઠ્યા ને બોલ્યા કે “ચાલો, હમણાં જ વિવાહ કરીએ’’. ઘુરઘુરી કહે કે “એમ નહીં; એક વાત માનવી પડશે : જો હું તમારી સાથે

પરણું તો તમારી દીકરી ગૌરીને તમારે મને સોંપવી. હું એને ફાવે તેમ કરું. રાજાજી

૫૬
લોકકથા સંચય