આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પરંપરા વચ્ચેથી પાંચેક વાર્તાઓ ઉગારવા જેવી લાગી, અને તે અહીં દાદાજીની વાતો'ની આ નવી આવૃત્તિમાં સામેલ કરી દીધી છે. ડોશીમાની વાતો' સ્વતંત્ર ચોપડીરૂપે હવે લુપ્ત થાય છે. 9 એપ્રિલ, 1954 મહેન્દ્ર મેઘાણી (સમગ્ર મેઘાણી સાહિત્યનો ગ્રંથ લોકકથા સંચય']. ડોશીમાની વાતોની સાતમી આવૃત્તિ 1946માં બહાર પડેલી; તેમાં પંદર વાર્તાઓ હતી. એ વાર્તાઓ કરુણતાના ઘેરા રંગોવાળી હોવાથી બાળકો-કિશોરોને માટે ઉપકારક ન હોવાને કારણે લેખકના અવસાન (1947) પછી પુસ્તકનું પુનર્મુદ્રણ નહોતું થયેલું. પણ એ પંદરમાંથી પાંચ વાર્તાઓ “દાદાજીની વાતોમાં તેની આઠમી આવૃત્તિ (1954)થી સમાવી લેવામાં આવેલી ડોશીમાની વાતો' સ્વતંત્ર પુસ્તક રૂપે રદ થયેલું. સંપાદકીય સ્તરે આમ બનેલું. લેખકના અવસાન પછી થયેલા પુસ્તકના રદ્દીકરણનો આ મુદ્દો સમગ્ર મેઘાણી સાહિત્યના આ સંસ્કરણ વખતે ઊપસી આવ્યો. ‘દાદાજીની વાતો'ની ચોથી આવૃત્તિ (1932)ના નિવેદનમાં લેખકે નોંધ્યું છે: “મારો મુખ્ય દાવો તો આ વાર્તાઓને એક વિશિષ્ટ પ્રકારના નમૂના તરીકે જ સંઘરવાનો હતો – ને છે. એ દૃષ્ટિએ જ પુનઃ પ્રકાશન કરાવું છું, બાલસાહિત્ય તરીકે નહીં” લેખકના આ દૃષ્ટિબિંદુને અનુસરીને ડોશીમાની વાતોને મૂળ સ્વરૂપે આ ગ્રંથમાં સાચવવામાં ઔચિત્ય જોયું છે. જયંત મેઘાણી 2013

ડોશીમાની વાતો

ડોશીમાની વાતો