આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१२


નિયમિત થતા હોવાથી ગણીતીને સંતાષ આપે એવી તેના ટૂંકાપણાની મર્યાદા નક્કી થઈ શકતી નથી, અથવા આવી આનુષંગિક બાબત ઉપર બહુ ધ્યાન આપનાર કોઈ વિવેચક તેની ચાર કે ચૌદ લીટીની મર્યાદા નક્કી કરે તો કવિઓ તેના ઉપર ધ્યાન નથી આપતા.

આ રીતે ટૂંકી વાર્તા, સંસ્કૃત મુક્તક કે અંગ્રેજી લિરીકની જેમ એક વિશિષ્ટ કાવ્યરૂપ છે અને એ કાવ્યરૂપની અથવા સાહિત્યરૂપની વિશિષ્ટતા લેખક અને વાચકના બહુમાનનું એક મોટું કારણ છે; તેના ટૂંકા રૂપની સમય બચાવવાની સગવડને કેવળ આનુષંગિક કારણ ગણવું જોઈએ. શ્રી. ધૂમકેતુ કહે છે તે પ્રમાણે “ટૂંકી વાર્તા એક સ્વતંત્ર ફલા છે.” × એક વિશિષ્ટ સાહિત્યના પ્રકાર તરીકે ટૂંકી વાર્તા જે આનંદ આપે છે તે આનંદ માટે લોકો તેને સેવે છે; લાંબી વાર્તા અથવા કથા વાંચવાનો કંટાળો ટૂંકી વાર્તાની લોકપ્રિયતાનું મુખ્ય કારણ નથી; ઉપર કહ્યું તેમ લાંબી કથા અથવા વાર્તાના પણ આજના જમાનામાં ખાસ હ્રાસ જણાતો નથી.

પણ ટૂંકી વાર્તાને “સ્વતંત્ર કલા” કે સાહિત્યનો વિશિષ્ટ પ્રકાર માનીએ તેનો અર્થ એવો નથી કે તેને સાહિત્યસામાન્યના કે કલાસામાન્યના નિયમો અથવા તો “નવલકથાનો કોઇ પણ નિયમ... ખાસ બંધનકર્તા નથી.”×[૧] સાહિત્યવિવેચનમાં નિયમ શબ્દ મને બહુ પસંદ નથી; એટલે બીજી રીતે કહેવું હોય તો એમ કહું, કે સાહિત્ય અથવા કાવ્યમાત્રનો જે પરમ ઉદ્દેશ છે તે ઉદ્દેશ ‘ટૂંકી વાર્તા’નો છે; અને આ ઉદ્દેશ સાધવાના જે વિવિધ માર્ગો હોય તે માર્ગે જ ટૂંકી વાર્તાને પણ જવું પડે. આનો અર્થ એવો નથી, કે અમુક જાણીતા માર્ગે જ ટૂંકી વાર્તાએ જવું જોઇએ; પણ આ દૃષ્ટિ તો કલામાત્ર માટે રાખવા જેવી છે.


  1. × તણખા, પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના પૃ. ૮