આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પહેલું ઈનામ


કર્યો અને ઝપાઝપીમાં એકને પૂલથી હૈટ્ઃએ નાખી દઈ બેને તેણે મારીને નસાડ્યા. ત્યારથી આ બદમાસોનો ત્રાસ બંધ થયો છે. આસપાસનાં ગામોમાં તપાસ કરતાં સર્વ કહે છે કે એ લાસ જડી ત્યારથી એ બદમાસી બંધ થઈ છે. હવે હું પૂછું છું કે આ પ્રમાણે પોતાના જીવને જોખમે અબોલ સ્ત્રીઓનું રક્ષણ કરનાર માણસ જો હું બતાવી શકું તો તમે તેને ઈનામને યોગ્ય ગણવા તૈયાર છે ? જો તૈયાર છો તો નામ આપું. અને સર્વ હકીકત સાબીત કરી આપું. જો તૈયાર ન હો તો આટલેથી બંધ કરું. ”

હજી સુધી કશું સાબીત થયું નહોતું, માત્ર હરજીવને રસિક લાગે એવી રીતે એક ઉઠાઉ વાત રજુ કરી હતી, પણ લોકોને વાતનો રસ લાગ્યો હતો એટલે બધા એકે અવાજે બોલી ઊઠયાઃ “ ચલાવો ચલાવો, હાંકયે રાખો.” પ્રમુખને મરજી વિરુદ્ધ આ અવાજના પૂરમાં ઘસડાવું પડયું અને કંઈક તેમના મનમાં ખાતરી હતી કે આવું કશું સાબીત થવાનું નથી.

મારાથી ન રહેવાયું. મેં કહ્યું: ‘ પણ તમારી પાયાની દલીલ જ ખોટી છે. તમે કહેા છો કે કોઈ સ્ત્રી આવી સાડી પહેરે નહિ માટે એ સાડી પહેરનાર પુરુષ હોવો જોઇએ. પણ આવી સાડી જો કોઇ સ્ત્રી પહેરતી ન હોય તો બજારમાં આવી સાડીઓ થાય જ નહિ. આવી સાડી થઈ છે એ જ એમ બતાવે છે કે આવી સાડી પહેરનાર કોઈ સ્ત્રીવર્ગ તો હોવો જોઇએ જ."

હરજીવનઃ "આવી સાડી પહેરનાર સ્ત્રીવર્ગ નથી જ પુરુષવર્ગને માટે જ આ સાડી થાય છે.” હરજીવનની આ બેશરમ મૂર્ખતા હું ન સમજી શક્યો તેમ શ્રોતાવર્ગ પણ કોઈ ન સમજી શક્યો. સ્થિતિભેદને લીધે હું ચીડાયો અને શ્રોતાઓ ખૂબ હસ્યા.

૧૧૩