આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો.


ગામની રીત મુજબ ઝમકુકાકીને અમે અમારે ઘેર ભડકું ખાવા લઈ આવ્યા. સાંજે એમણે તો શું પણ અમે પણ કોઇએ ખાધું નહિ. બચ્ચાંઓ પણ આ બનાવથી ચૂપ થઈ આખા દિવસના થાકથી ખાવાનું માગ્યા વિના ઊંઘી ગયાં. ચોફાળ પાથરી અમે સર્વ રાત ગાળવા સૂતા, ઊંધ્યા, પણ એ ઊંધ નહોતી મૃત્યુની પાંખ જાણે હતી. ઊંઘમાં પણ એક ચીત્કાર જાણે સતત લંબાતો હોય એમ લાગતું હતું. પડખેના ઓરડામાંથી ઝમકુકાકીના લાંબા નીસાસા અને વચમાં નામસ્મરણો, વળી રૂપચંદને આશ્વાસનનાં વચનો, તેને પરણાવવાના કોડ, એવું અસંબદ્ધ આવ્યા કરતું હતું. ઊંધમાં ત્રણ વાર તેમણે રડવાનું ઠૂંસકું મૂક્યું, એટલું લાંબું કે અમને ભય થયો કે ડોશીનો શ્વાસ વળશે નહિ અને ઠૂસકામાં જ કયાંક મરી જશે. પણ પહેલાંનું શરીર, આટલા દુ:ખ સામે પણ, અનિચ્છાએ પણ, વૈરીની ગરજ સારતું, ટકી રહ્યું હતું.

બીજે દિવસે ભડકું કર્યું. ડોશીને ખાવાનો આગ્રહ કર્યો. આપણું જીવન ભલે રૂઢિગ્રસ્ત હોય પણ કેટલીક રૂઢિઓમાં રહસ્ય છે, અર્થ છે. ઝમકુકાકીને અમે જમાડવા લઇ ન ગયા હોત તો પેાતાને ઘેર પોતાની મેળે તો કોણ જાણે કયારે ખાત. મારાં મા અને પત્નીના આગ્રહથી અને ખાસ કરીને તો ધાવણાં બચ્ચાંને ધાવણ નહિ આવે એ લાગણીથી ભડકું ખાવા બેઠાં પણ જીવ જાણે ખાવાની સામે એક અડગ વિરોધ કરતો હતો. તેમણે ખરાં થઇ કોળિયો મોંમાં તો મૂક્યા, પણ તે ગળે ન ઊતર્યો, મોંમાંથી ધૂંક જ ન નીકળ્યું, અને કોળિયો ગળામાં બાઝી રહ્યો, ડોશીનો શ્વાસ અટક્યો, ડોશી ખેંચાવા લાગ્યાં. મારી માએ મને બોલાવ્યો, ડોશીનું મોં નીયું કરી ઉપરથી

૧૨૨