આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


હું વિચારમાં પડી ગયો. કદાચ એ સાચું હશે. તે દિવસ તો એ વાત એટલેથી રહી.

દિવસો જતા ગયા પણ મારા મનની ગૂંચ ઊકલી નહિં. છેવટે પિતાજી સાથે વાત કરવાનો દિવસ પાસે આવ્યો. એક વાર કમળા સાથે એ વાત કરી નાખવાનો મેં નિશ્ચય કર્યો. રાત્રે મેં કહ્યુંઃ

“ કમલા ! ડોશીમામાં આ ફેરફાર સાથી થયો તે તું જાણતી નથી. જ્યાં સુધી કુટુંબમાં કોઇ પણ હતું ત્યાં સુધી તેને જીવનથી પર, જીવનનું એક ધ્યેય હતું. કુટુંબ નાશ પામતાં, તેનામાંથી ધ્યેય ને આદર્શ બન્ને ઊડી ગયાં. હવે તે કેવળ પશુ થતી જાય છે. આટલી ઉમ્મરે બીજો કોઇ આદર્શ તેનામાં આવી શકે નહિ. અને પશુતાની કાંઇ સીમા નથી. એ આપણી સાથે પોસાય જ નહિ. તેનાથી આપણું સુખ પણ નહિ ખમાય.”

કમલાએ ઘણાં જ ગંભીર થઇ જવાબ આપ્યો: “ જુઓ હું સીમન્ત ઉપર અને આવી. બાએ તો કશો કમીનો રાખ્યો નહોતો. પણ મને ભાવ-અભાવ થાય તે હું તેમની પાસે કહી શકતી નહિ. એક દિવસ મને પૂડા ખાવાનું મન થયું. ઝમકુકાકીનો રૂપચંદ એ વખતે માંદો હતો. ઝમકુકાકીએ પૃડા કર્યા, મને કોઇ મિષે ઘરમાં બોલાવી ઘીથી ટપકતા પૂડા મને ખવરાવ્યા. એક બટકું પણ ડોશીએ મોંમાં મૂક્યું નથી. વધ્યું એટલું છોકરાંને બોલાવી ખવડાવી દીધું. એ ગુણ મારાથી ન ભુલાય, અને જુઓ ડોશીને સોગ મૂકવા જવાનું ઠેકાણું પણ નથી. બે દિવસ કયાંઇ જઇ આવે તો તેના જીવને શાંતિ વળે. હું દૂરની તેમના પિયરની સગી થાઉં છું. તેમને લઈ જઇશું. ઠામપલટાથી

૧૨૮