આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો.


ગાંધીજી છૂટ્યા તે નિમિત્તે મંડળનો ઉત્સવ હતો અને તેમાં

આજની ઘડી તે રળીઆમણી,
મ્હારો વ્હાલો આવ્યાની વધામણી હો જી રે,
વધામણી હો જી રે,
આજની ઘડી તે રમળીઆમણી.

એ ગીત ગવાતું હતું.

ગીત ઝમકુકાકી બધાં સાથે ફરતાં ફરતાં ગવરાવતાં હતાં. સમાજ બહુરંગી હતો. અંદર કોઇ પારસી બાનુ અને કોઈ દક્ષિણી બાઇઓ પણ હતી. રાસડો જોતાં મને સમજાયું કે રાસમાં ગુજરાતી સ્ત્રીઓનો પહેરવેશ જેવો શોભતો હતો તેવો દક્ષિણીઓનો શેાભતો ન હતો. આપણા પહેરવેશો અને આપણા રીરિવાજોને કેટલો માર્મિક સંબંધ છે !

આપણા કણબીઓ વગેરે પહેલાં જે ફરતી ચાળવાળી ટૂંકી આંગડી પહેરતા તે પણ નૃત્યને માટે જ. કાઠિયાવાડની રાસમંડળીમાં એ આંગડી ગોળ ફરતાં કેટલી સુંદર દેખાય છે!

હું વિચાર કરતા હતા ત્યાં ફરી પ્રશ્ન આવ્યો:

“ટારે આ ગીટ કોન્નું બનાવેલું છે? ”

મેં જવાબ આપી દીધો: “ લોકગીત છે."

હું ફરી વિચારે ચઢ્યો. ગુજરાતનો રાસ આખા હિંદુસ્તાનમાં પ્રસરશે. દક્ષિણી સ્ત્રીઓ જે ગુજરાતમાં આવે છે તે ગુજરાતી રાસડા ગાય છે. પણ ઉત્તર હિંદ, બંગાળ, દક્ષિણ સર્વ એકસરખા તેના ઉપર મુગ્ધ થઇ ગયા છે.

"ટારે કોન્ને માટે બનાવિયું છે ?"

મને લાગ્યું કે કેટલાક માણસો ગભીર દેખાય છે તે વિચારનો

૧૩૪