આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


ભાવનાને વળગી રહે છે એમ ન હોય ? ના, ના. ભાવના એ કોઇ ખાદ્ય વસ્તુ નથી; જીવનમાં અવ્યક્ત રહેલી કોઈ ચીજ છે. તેને વળગવું, એટલે તેની ખાતર જીવવું, એનો જ અર્થ આત્મસાધના-આત્મામાં અસિદ્ધ રહેલી વસ્તુને સિદ્ધ કરવી તે.

ત્યારે શું આમ કાંતવાથી કે બીજું ગમે તે કામ કરવાથી દેશભાવના સિદ્ધ થઇ જતી હશે?

ત્યારે મારી પેઠે કશું કર્યાં વગર માત્ર વિચારો કર્યાં કરવાથી અને વેપાર કરવાથી ભાવના સિદ્ધ થઇ જતી હશે ?

કોઇ પણ ભાવના સિદ્ધ કરવાને માટે તે ભાવનાના અંગનું કંઈક પણ કામ કરવું જોઇએ. પછી તે ભાવના ભલે ગમે તેવી ઉન્નત હાય અને આપણે કરી શકતા હોઇએ તે કામ ભલે ગમે તેટલું દીન અને સ્થૂલ હોય. કોઈ ભાવના માટે આપણે કરી શકતા હોઇએ તેમાંનું કશું ન કરીએ તો ભાવના હોય તોપણ જીવનના પોષણ વિના સુકાઇને ખરી પડે.

“ ટારે ડોસીની આય બાજુ ઊભાંછ ટેવન કોન ? ”

મેં કહ્યું: “ પેલાં આસમાની સાડી પહેરેલી છે તે ? તેમનું નામ ભદ્રાબાઇ."

“ અરે નહિ રે, કહુંછ, પેલાં ખાડી પહેરેલાં બહુ જ ટેસ્ટવાળાં*[૧], ગ્રેસફુલ*[૨], સાદાં છે ટેવન ?"

"એ રો। આ સભાનાં સેક્રેટરી છે."

:' એવનનું નામ સું ?"

"કમલા."


  1. ૧. ટેસ્ટ એટલે રસવૃત્તિ
  2. ૨. લાવણ્યમય
૧૩૮