આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ખેમી


ખૂંચવા લાગ્યો. ધનિયો ગમગીન થઇ મૂંગો મૂંગો ચાલતો હતો તેથી તેનો જીવ કળીએ કળીએ કપાતો હતો. રસ્તે ચાલતાં રાયખડને પીઠે જવાનો રસ્તો આવ્યો. ખેમીને યાદ આવ્યું કે ધનિયાને ગમતું નથી ત્યારે દારૂ પીવાથી સારું થાય છે. સ્ત્રીસુલભ કોમળતાથી તેણે છેડેથી અરધો રૂપિયેા છોડીને ધનિયાને આપતાં કહ્યું: "હવે એમ ક્યાં સુધી મુંગો રહીશ? જા, પણેથી દારૂ પી આવ. ઝટ પાછો આવજે. હું અહીં ઊભી છું. ” ધનિયો ખુશી થતો થતો! એકદમ ગયો.

ખેમી રાહ જોતી ઊભી હતી. પોતે દારૂ ન પીવાની શરત કરાવી હતી અને પોતે જ દારૂ પીવાના પૈસા આપ્યા તે ઠીક ન કર્યું, એમ તેને શંકા થવા લાગી. એટલામાં ધનિયો હરખાતો હરખાતો આવ્યો, અને કહેવા લાગ્યો: "ખેમી, જો હવે મને ઠીક થઇ ગયું. હું નહોતો કહેતો કે દારૂથી મને ઠીક્ થઇ જાય છે !" ખેમીએ કહ્યું: "હવે એ વાત મેલ્ય. પણ, ખબરદાર, જો બીજી વાર કોઈ દિ પીધો તો ઘરમાંથી કાઢી મૂકૉશ."

" ના ખેમી, કોઈ દિ ન પીઉં. તું મને બહુ ગમછ. હવે વાણિયાની નાત જહાન્નમમાં ગઈ. હું દારૂ પીઉં છું પણ મને કોઈ દિ ચઢતો નથી. જો અત્યારે પણ મારા બોલવામાં કાંઈ ફેર પડે છે. તું ! અમથી મારાથી ડરે છે. ગમે તેવો દારૂ પીઉં તોય તને ન મારું, તું મને કેટલી વાલી લાગે છે.....” વગેરે બબડતો બબડતો ધનિયો ચાલવા લાગ્યો. ખેમી મૂંગી મૂંગી તેને લઇને આ બધા બનાવો ઉપર વિચાર કરતી કરતી ઘેર ગઈ.

૧૬૪