આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
२८


પોતાની સ્થિતિની મશ્કરી કરી તે સહન કરી લે છે-પણ તે સહન જ કરવી પડે છે અને ગમે તેટલું હાસ્યનું વાતાવરણ ઊભું કરી બધું હસી નાખવા પ્રયત્ન કરે છે પણ પત્ની વિના ભાઈ સાહેબને ગમતું નથી એ તે પોતે કબૂલ જ કરે છે; “ સ્ત્રી જાય છે તેથી બીજું કાંઇ થતું નથી હૃદયને ખાલી ચઢે છે, હૃદય ચાલતું નથી, તેને જરા જરા કાંટા વાગે છે, અને આપણાથી ન ચલાય તો લોકો હસે છે."

વીશીમાં જમવા જાય છે, પણ ઘરમાં પાળેલી કૂતરીની જમવાની શી વ્યવસ્થા કરવી તેનો ઊકેલ વીશીના મહારાજને પોતાના ઘરમાં જક્ષણી છે અને જક્ષણી એવાં છે કે જે માનતા માનીએ તે ફળે—એમ જણાવી કરે છે. મહારાજને નાની બાયડી જલદી મોટી કરવી છે એટલે તેના ઘેર ખાવાનું મેાકલાવે છે; પણ આપણા વાત કહેનારને મફત ખાવાનું જોઇતું નહિં હોવાથી જક્ષણી મફત ખાતાં નથી એમ જણાવી પૈસા આપે છે.

ત્રીજા ભાગમાં પત્ની પાછાં આવે છે. ઘર વાળીઝૂડી સાફ કરે છે, માથું અને કપડાં ધૂળથી ખરડાયેલાં છે અને સાલ્લાનો છેડો ગળાફરતો લીધેલ છે. કોક બારણું ખખડાવે છે અને ત્યાં તો જક્ષણીનાં દર્શન કરવા આવેલા મહારાજ નજરે પડે છે !

મેં કહ્યું: “ અલ્યા કોણ છે ? કેમ આવ્યો છે ?"

"જક્ષણી માતા ! ખમા કરો! સેવકના ઉપર મહેર કરો !!

મેં કહ્યું: “ પણ હું જક્ષણી કે દા'ડાની ?" ~-~ઈત્યાદિ

આ પ્રસંગનું મનોરંજક હાસ્ય ફુટે છે. પતિ બહારથી આવે છે, મહારાજને સાનથી સમજાવી જવાનું કહે છે. અને "ચંડી, પ્રસન્ન થાઓ!” કહી બહારગામથી આવેલી પત્નીનો સત્કાર કરે છે!