આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
३४


‘ખેમી’ એ પ્રેમની કથા છે. ઘણા વાંચનારાઓ માટે તેનું આકર્ષણ તે દલિત કોમના ઢેડ જીવનનું સુંદર આલેખન છે તે માટે છે. મારી સમજ પ્રમાણે આ એક આધુનિક વલણનું પરિણામ છે, અને કલાના સર્જનમાં અને ભાવનામાં ઘણી વાર આડે માર્ગે લઈ જનારું પરિણામ છે. અસ્તુ.

પણુ હું પૂછું છું તેમ ઘણા વાચકો દ્વિરેફને પૂછશે કે, 'ભલા પ્રેમની કથા લખવા તમારે ઢેડવાડે કેમ જવું પડ્યું ? શું ગુજરાતની બીજી કોમોમાં તમને બધું હસવા જેવું લાગે છે અને ઢેડવાડામાં જ સાચો પ્રેમ દેખાયો કે ઠેઠ એટલે જવું પડ્યું ?' આ પ્રશ્નનો ગમે તે ઉત્તર મળે, પણ એટલું તો ચોક્ક્સ છે કે આ સંગ્રહની બીજી ઉત્તમ વાર્તા ‘ ખેમો’ છે; તેનું કારણ તેનું સંવિધાન અને સાચા પ્રેમજીવનનું આલેખન છે. ગુજરાતી સાહિત્યની નાયિકાઓમાં ખેમીનું સ્થાન પહેલી હારમાં છે તે વિશે મને શંકા નથી.

ખેમીનો પ્રેમભર્યો ઉલ્લાસ અને સ્વતંત્ર મિજાજ એ ગુજરાતી સ્ત્રીના પ્રતીકરૂપ છે; પતિ સાથે હોય ત્યારે સ્વાધીનપતિકાની સત્તાથી પતિનું શાસન કરતી, પતિથી છૂટી પડ્યા પછી અતિશય વિરહ વેદના અનુભવતી છતાં માનિની જેમ માન સાચવતી અને પતિનું અવસાન થતાં, પુનર્લગ્નની છૂટ હોવા છતાં ‘ ના ના, આટલે વરસે મારે જીવતર પર થીંગડું નથી દેવું ' એ નિશ્ચયવાળી ખેમીમાં આર્ય સંસ્કારિતાનું સાચું રૂપ દેખાય છે.

વાતની શરૂઆત પણ ઘણી આકર્ષક છે. જાજરૂનાં પગથિયાં ઉપર બેઠેલાં ધનિયો અને ખેમી—ધનિયાને બીડી સળગાવવામાં મદદ કરતી ખેમી કોઇ પણ ચિત્રકારતી કલમને આકર્ષે એવી છે. અહીંઆ એ પણ નોંધી લેવું જોઈએ, કે જીવનમાં જે સ્થળ ગંદું ગણાય છે એ કળામાં ભાવના સંબંધથી કેવી જુદી રીતે ભાસે