આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



એક પ્રશ્ન

ર્વ શાસ્ત્રીઓ કૃપા કરી અહીં આવો અને મારા પ્રશ્નનું નિરાકરણ કરો. ધર્મના, માનસશાસ્ત્રના, સંસારશાસ્ત્રના, રાજનીતિના‚ પ્રમાણુશાસ્ત્રના, નીતિના, અનીતિના, સર્વ શાસ્ત્રીઓ:

આવો શાસ્ત્રી તમ પગલે પાવન થવુ રૈ લોલ,
પ્રાણ રૂધન્તા પ્રશ્ન પદે ઠાલવું રે લોલ.

હું બીજી એલ. એલ. બી. નો અભ્યાસ કરતો હતો અને વાંચવાથી કંટાળીને મારે વચલે માળે જે હાથમાં આવ્યું તે પેપર વાંચતો હતો. તેમાં મુંબઈની ગાયવાડી લેઈનમાં એક માળામાં જરા આગનું છમકલું થયાનું વાંચ્યું અને કાંઈ વાત કરવા જોઈતી હતી માટે કોણ જાણે શો ભોગ લાગ્યો તે મારી બહેનને કહ્યું: “ જોયું બહેન, આ મુંબાઇમાં આગનું છમકલું. થયું તે."

બહેન: "કેમ, છમકલું થયું તેમાં એવું શું જાણવાનું છે ? કારણ શું હતું?:

હુંઃ "માળામાં ઘાટી સ્ટવ કરતો હતો અને સ્પિરિટ ઓછો પડ્યો છે જાણી બીજીવાર સળગતા સ્પિરિટમાં બાટલી લઈ