વિચારસંદેશા ચાલે તેને અંગ્રેજીમાં શું કહે છે? તમે કાંઇ કહ્યું હતું ને?
હું : ટેલીપથી [ Telepathy ].
મોટાંભાભી: હું તો ટેલીપથીને માનું છું. દીનુભાઈ ને ઘેર બેસવા ગઇ'તી ત્યાં ડાહ્યલાની વાત નીકળતાં મેં હમણાં જ કક્યું કે એ મૂરખો! સળગતા સ્ટવમાં સ્પિરિટ નાખવા જતો હતો તે મેં બાટલી પડાવી લીધી હતી. અને અહીં આવું છું તો તમે પણ એ જ વાત કરોછો !! પૂછી આવો વળી ખોટું કહેતી હોઉં તો.
હીરા: પણ ભાભી, આ તા વિચિત્ર ટેલીપથી થઈ. આવી તો દુનિયામાં નહિ હોય. અમે વાત તો એજ કરીએ છીએ પણ અમે દરેક એમ કહીએ છીએ કે એ બાટલી અમે લીધેલી.
મોટાભાઇ : બોલો યુરોપીય યુદ્ધ જેટલા પક્ષકાર થઈ ગયા.
હું : પણ ત્યારે આનો નિવેડો શો આવ્યો ?
મોટાંભાભી : નિવેડો એ કે બધાંએ હવે ચ્હા પીવી.
હું : પણ બાટલી કોણે લીધી ?
મોટાંભાભી : જે ચ્હા પીએ એણે.
એ વખતે તો મેં એ નિવેડો સ્વીકારી લીધો. પણ તમને બધા શાસ્ત્રીઓને પૂછું છું: આમાં ખરું કોણ ? અને આ ગોટાળાનું કારણ શું?
મને એટલું કહો! એટલું કહો કથી રે લોલ,
માન્યું અમાન્યું હો સત કાં થતું નથી રે લોલ ?
ધાર્યું ધાર્યું હો સત કાં થતું નથી રે લોલ?