આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



જમનાનું પૂર

સાંજે, ગાંડા વેગથી વહેતા જમનાના પૂર સામું જોઇ, અને પછી હાથમાં ઝાલેલા દીવાવાળા પડિયા સામે જોઈ, તે મનમાં બોલીઃ “ આજે ઘણા દિવસનો મનોરથ પૂરો થયો.” થોડી વારે કાંઠા ઉપર દોરડું બાંધી પડેલા મછવા તરફ્ જોઈ તેણે કહ્યું: “ માછીડા, હોડી પૂરના મધ્યમાં લઈ જા”

એક જુવાન માછી બોલ્યો: “ આજે હોડી ન ચાલે. આવું પૂર મેં જિંદગીભર કદી જોયું નથી."

એક આધેડ વયનો માછી બોલ્યો: “પચીસ વરસ ઉપર આવું પૂર આવ્યું હતું અને અમે ના પાડી છતાં એક મછવો ગયો હતો તે પણે જઇને ઊંધો વળી ગયો. ” તેણે આંગળી ચીંધી તે જગા બતાવી.

કોઈ માછીના મોં પર હા ન જોઈ તે ટોળામાંથી ઝપાટાબંધ અદૃશ્ય થઈ ગઈ.

સાંજે હંમેશની જેમ જમનાની આરતી થવા લાગી. અનેક સ્ત્રીઓ નાના પડિયામાં દીવા કરી ઘાટ ઉપરથી પાણીમાં પડિયા તરતા મૂકતી હતી. કોઈ પવનથી, કોઈ પાણીના

૧૮