આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



સાચી વારતા
અથવા
હિંદુ સમાજના અંધારા ખૂણામાં દષ્ટિપાત

મેં કહ્યું: "હવે તો વખત નથી જતો. રાત પડી છે તે સ્ટેશને પણ કાંઈ માણુસોની ચડ-ઊતર થતી નથી કે બે ઘડી જોઇને મન વાળીએ."

પેસ્તનજીએ કહ્યું: “ એ વાંક બધા તમારો છે, અમે હોત તો સેકન્ડ ક્લાસમાં બેસત અને સૂવાનું મળત." પેસ્તનજી દારૂ ખાતાના ઈન્સ્પેક્ટર હતા.

મેં કહ્યું: “ પણ અમારા કેળવણી ખાતાનો વહીવટ છે કે સેકન્ડનું ભાડું ન ભરવું. મારા પહેલાંના મિસ્તર હતા તે તો બિલકુલ ટિકિટ જ ન લેતા. હું થર્ડની તો લઉં છું."

મી. સેંધા બોલ્યાઃ “ ટિકિટ ન લેતા પણ બેસતા તો સેકન્ડમાં કની? ટિકિટ તો હું પણ નથી લેતો ” મી. સેંધા પોલીસ ઈન્સ્પેક્ટર હતા.

અંગ્રેજી ભાષાનો લાભ લઈ ડૉ. ભિડે બોલ્યાઃ પેલી બૈરીઓ પણ મોઢું ઢાંકીને બેઠી છે. ખુલ્લું રાખે તે જરા મોં સામું જોઈને પણ વખત કાઢીએ. ” સ્ત્રીનું શરીર

૨૨